Connect with us

પોરબંદર

સીએમ રૂપાણીએ બાપુને પુષ્પાંજલિ આપી

Published

on

મહાત્માં ગાંધીજીની બુધવારે સમગ્ર દેશભરમાં 150મી જન્મજયંતી તરીકે ઉજવવામાં આવી રહી છે ત્યારે રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ આપી હતી. વિજય રુપાણી  પોરબંદરનાં  કિર્તીમંદિર ખાતે પહોંચ્યાં હતા. જ્યાં તેમણે ગાંધીજીનાં જન્મસ્થળે પુષ્પાંજલી અર્પીને સર્વધર્મ પ્રાર્થનામાં ઉપસ્થિત રહ્યાં હતા. ઉપરાંત આ કાર્યક્રમમાં મંત્રી જવાહર ચાવડા, સાંસદ રમેશ ધડુક, ધારાસભ્ય બાબુભાઈ બોખરીયા અને કથાકાર રમેશ ઓઝા ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે દરવર્ષની જેમ આ વર્ષે પણ કિર્તી મંદિરમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં સીએમ વિજય રૂપાણીએ બાપુ અને કસ્તુરબાનાં તૈલીય ચિત્રને નમન કરીને પુષ્પાજંલિ અર્પણ કરી હતી. જે બાદ તેઓ એ પ્રાર્થના સભામાં બેસીને ભાવથી ગાંધીજીનાં ભજનો સાંભળ્યા હતા. મહત્વનું છે કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બાપુની 150મી જન્મ જયંતિ નિમિત્તે અમદાવાદ આવી રહ્યા છે ત્યારે રાજ્યના સીએમ વિજય રૂપાણી પણ તેમની સાથેના કાર્યક્રમોમાં ખાસ હાજરી આપશે.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

પોરબંદર

પોરબંદરમાં ખીદમત-એ-ખલ્ક ગૃપ દ્વારા સમૂહશાદી નિમિતે ડિઝીટલ કંકોત્રી બનાવાઇ

Published

on

Khidmat-e-Khalk Group launches digital concert in Porbandar

પોરબંદરમાં ખીદમત-એ-ખલ્ક ગૃપ દ્વારા સમૂહશાદીનું આયોજન કરવામાં આવ્યું છે. સમૂહશાદી નિમિતે ડિઝીટલ કંકોત્રી બનાવી છે જેમાં પર્યાવરણ બચાવવાનો સંદેશ સાથે વૃક્ષ ઉછેરને મહત્વ આપતી ડિઝાઇન સાથે `વૃક્ષ વાવો’ના સુત્રથી કંકોત્રીમાં સુંદર લખાણ કરવામાં આવ્યું છે. વિશ્વ પર્યાવરણ દિવસે જ કંકોત્રી જાહેર કરાઇ હતી. સમૂહશાદી દરમિયાન વન વિભાગના સહયોગથી રોપાનું પણ વિતરણ કરાશે. ખીદમત-એ-ખલ્ક દ્વાર સતત બીજી વખત પોરબંદરમાં સમૂહશાદીનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પર્યાવરણ બચાવવાની થીમ ઉપર કંકોત્રી બનાવડાવી છે. આ કંકોત્રી વિશ્વ પર્યાવરણ દિવસે જ સોશ્યલ મીડિયાના માધ્યમથી દુલ્હા-દુલ્હનના પરિવાર અને આગેવાનો, અધિકારીઓ, શ્રેષ્ઠીઓ, નિમંત્રીતો સુધી પહોંચાડવામાં આવી છે. તા . ૧૨-૦૬-ર૦રર, રવિવારે સાંજે ૪ કલાકે યોજાનાર આ કાર્યક્રમ અંગે માહિતી આપતા ફારૂકભાઈ સુર્યા અને પ્રોજેકટ ચેરમેન સરફરાઝ ઈસ્માઈલ મુંડા એ જણાવ્યું હતું કે, પોરબંદરમાં બીજી વખત સમુહ શાદીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિ.જે.મદ્રેસા બોયઝ હાઈસ્કુલ ખાતે દુલ્હાની નિકાહ દરમિયાન બપોરે ૪:૦૦ વાગ્યાથી આયોજીત કાર્યકમમાં પર્યાવરણ અંગે જનજાગૃતિ અનુસંધાને નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. દુલ્હા-દુલ્હન સહિત મહેમાનોને અને ઉપસ્થિત તમામને વનવિભાગના સહયોગથી રોપા વિતરણ કરી વૃક્ષો વાવવા અંગે જાગૃતિ ફેલાવવામાં આવશે અને તા.૫ થી ૧૨ પર્યાવરણ સપ્તાહની ઉજવણી વિ.જે.મદ્રેસા ખાતે કરવામાં આવશે.

Khidmat-e-Khalk Group launches digital concert in Porbandar

આ કાર્યક્રમમાં સૈયદ સઆદતઅલીબાપુ (પોરબંદર), સૈયદ જલાલબાપુ (પોરબંદર), નહઝરત અલ્લામા-વ-મૌલાના મુફતી અશરફરઝા બુરહાની (રતનપુર ખેડા) અને નપીરે તરીકત હુઝુર ગુલઝારે મિલ્લત અલ્લામા ગુલઝાર અહમદ નૂરી (સજ્જાદાહ નશીન ખાનકાહે રઝવિય્યાહ નુરીચ્ચાહ, જુનાગઢ), મોલાના હાજી યુસુફ હશ્મતી  મોલાના હાફીઝો કારી જાવિદ, મોલાના મેઅરાજઅલી (દાદાબાપુ) (માધવપુર) તેમજ સાદાતે કીરામ અને ઓલમા-એ-કીરામ તેમજ સુન્ની મુસ્લીમ જમાતના આગેવાનો ખાસ ઉપસ્થિત આ ઉપરાંત પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક, પોરબંદર નગરપાલિકાના પ્રમુખ સરજુભાઈ કારીયા, પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિના વાણોટ પવનભાઈ શિયાળ, હેલ્થ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડીયા ડબલ્યુ એમ.ઓ, જુનાગઢના સીટી ચેરમેન મહેબુબભાઈ વિધા ટેકનીકલ ડાયરેકટર કલેકટર ઓફીસના ઈબ્રાહીમ બાદી, રેન્જ ફોરેસ્ટ ઓફીસર પ્રોટેકશન રેન્જ પોરબંદરના અરૂણકુમાર બી. સરવૈયા ખાસ ઉપસ્થિત રહી નવદમ્પતીઓ ને આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવશે.

Continue Reading

પોરબંદર

પોરબંદર સહિત રાજ્યના વીસીઇ કર્મચારીઓએ હડતાલ સ્થગીત કરી: ખેડૂતોની લોકલાગણીને લઇને હાલ પૂરતી હડતાલ સ્થગીત કરવામાં આવી

Published

on

State VCE workers, including Porbandar, have postponed their strike.
પોરબંદર સહિત રાજ્યભરના વીસીઇ કર્મચારીઓ વિવિધ માંગણીઓને લઇને હડતાલ ઉપર ઉતર્યા હતા. ગ્રામ પંચાયત વીસીઇની રર દિવસથી સતત ચાલતી લડત હાલ પુરતી સ્થગીત કરવામાં આવી છે. આ નિર્ણય મંડળ દ્વારા લેવામાં આવેલ છે. આ હડતાલથી વિદ્યાર્થી, ખેડૂતો, ગ્રામજનોને ખૂબજ મુશ્કેલી પડી રહી હતી. વીસીઇ કર્મચારીઓ છેલ્લા ૧૬ વર્ષથી ગ્રામજનો સાથે જોડાયેલા છે. વગર પગારે પણ લોકોની સેવા કરેલ હોય, વિદ્યાર્થી, ખેડૂતો, ગ્રામજનોની ભલામણ અને લોકલાગણીને ધ્યાને લઇ અચોક્કસ મુદતની હડતાલ હાલ પૂરતી સ્થગીત કરાઇ છે. સાથે જ આ મંડળે જણાવ્યું હતું કે તેમની લડત ચાલુ છે. વીસીઇ મંડળ ગામના હિતને ધ્યાને લઇ કામગીરી કરતા કરતા ડિઝીટલ ગુજરાતનો પાયાનો પથ્થર સમાન વીસીઇ કર્મચારીઓ સોશ્યલ મીડિયાના માધ્યમથી લડત આપશે અને સરકાર જ્યાં સુધી માંગણીઓ નહીં સ્વીકારે તેમજ ન્યાય નહીં આપે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે.
State VCE workers, including Porbandar, have postponed their strike.
આ હડતાલ સામે સરકારે વીસીઇની માંગણીને ધ્યાને લઇ મહિને બે હજાર રૂપિયા, ર૦૦ રૂપિયા નેટ માટે, બે લાખ રૂપિયા વીમા કવચ, પાંચ રૂપિયાનો કમિશનમાં વધારો આપવાનું નક્કી કરેલ છે. પરંતુ વીસીઇ મંડળની મુખ્ય માંગણીઓ બાકી હોય જેથી લડત ચાલુ રહેશે. પોરબંદર જિલ્લા વીસીઇ યુનિયનના પ્રમુખ સલીમ એ. ઘાવડાએ જણાવ્યું હતું કે ગ્રામજનોને પડતી મુશ્કેલીઓને ધ્યાને રાખી તેમજ વિદ્યાર્થીઓ, ખેડૂતોની લોકલાગણીને લઇને હાલ પૂરતી હડતાલ સ્થગીત કરવામાં આવી છે. પરંતુ સોશ્યલ મીડિયાના માધ્યમથી વીસીઇ કર્મચારીઓ લડત આપશે.

Continue Reading

પોરબંદર

પરમવીર ચક્રથી સન્માનીત યોગેન્દ્રકુમાર યાદવે અહસાના પૂજારી ગાંધીજી સમક્ષ શીશ ઝુકાવ્યું

Published

on

Yogendra Kumar Yadav, honored with Paramvir Chakra, bows his head before Gandhiji, the priest of Ahsa

કારગીલના યુદ્ધમાં દુશ્મનોનો ખાતમો કરી અને પરમવીર ચક્રથી જેમને સન્માનીત કરવામાં આવ્યા છે તે યોગેન્દ્રકુમાર યાદવ આજે પોરબંદરની મુલાકાતે આવ્યા હતા. તેમણે ગાંધી જન્મસ્થળ અને કીર્તિમંદિર ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સમક્ષ શીશ ઝુકાવ્યું હતું. આ પ્રસંગે તેમણે એવું જણાવ્યું હતું કે આજે ગાંધી જન્મસ્થળે આવી અને નવી ઉર્જાનો સંચાર થયો છે. યોગેન્દ્રકુમાર યાદવે વિઝીટબુકમાં પોતાના પ્રતિભાવો પણ વ્યક્ત કર્યા હતા. કારગીલના યુદ્ધમાં પાકિસ્તાનને ભારતે પરાસ્ત કર્યું હતું. આ યુદ્ધમાં અનેક જવાનો શહિદ થયા હતા તો અનેક વીરજવાનોએ દુશ્મનોના છક્કા છોડાવી દીધા હતા. જેમાં આર્મીના જાબાઝ જવાન યોગેન્દ્રકુમાર યાદવે દુશ્મનો સામે લડતા જેમણે ૧પ ગોળી પોતાની છાતી ઉપર ઝીલી હતી તેમ છતાં ભારતમાતાના આશીર્વાદથી તેઓનો જીવ બચી ગયો હતો. આ યુદ્ધમાં શૌર્ય દાખવનાર યોગેન્દ્ર યાદવને પરમવીર ચક્રથી સન્માનીત કરવામાં આવ્યા હતા.

Yogendra Kumar Yadav, honored with Paramvir Chakra, bows his head before Gandhiji, the priest of Ahsa

ભારતના વીર સપૂત આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદર ખાતે આવ્યા હતા. તેમણે ગાંધી જન્મસ્થળ અને કીર્તિમંદિર ખાતે મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલી અર્પણ કરી હતી અને શીશ ઝુકાવ્યું હતું. આ પ્રસંગે યોગેન્દ્રકુમાર યાદવે પત્રકારો સાથેની વાતચીતમાં એવું જણાવ્યું હતું કે અત્યાર સુધી પુસ્તકોમાં જ ગાંધીજી વિશે જાણ્યું હતું પરંતુ આજે તેમની જન્મસ્થળે આવવાની અમૂલ્ય તક મળી છે ત્યારે અહીંયા આવીને નવી ઉર્જાનો સંચાર થયો હોય તેવી અનુભુતી થઇ રહી છે. દેશને આઝાદી અપાવનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી આજે પણ લોકોના વિચારમાં જીવંત છે. યોગેન્દ્રકુમાર યાદવે ગાંધી મ્યુઝિયમ અને પુસ્તકાલયની મુલકાત લીધી હતી. ત્યારબાદ કીર્તિમંદિરની વિઝીટબુકમાં પણ ગાંધીજી વિશેના પોતાના પ્રતિભાવો રજુ કર્યા હતા. ઉપલેટા ખાતે કારગીલ શહિદ જવાનની મૂર્તિ પ્રતિષ્ઠાના પ્રસંગે આવ્યા હતા આથી તેઓ ખાસ ગાંધીજીના દર્શન કરવા માટે ઉપલેટાથી પોરબંદર આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

Continue Reading
Uncategorized9 hours ago

વડાપ્રધાન મોદીએ જાપાનના પીએમને આપી ખાસ ભેટ, જાણો તેના વિશે; વિદેશ સચિવે આ વાત કહી

Uncategorized10 hours ago

77 વર્ષથી કરી બોડી બિલ્ડીંગ, ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નામ, 90 વર્ષની ઉંમરે પણ અદભૂત ફિટનેસ

Uncategorized10 hours ago

જીમમાં જનારા ડોગ ફૂડ કેમ ખાય છે? તેની પાછળનું કારણ ખૂબ જ વિચિત્ર છે

Uncategorized10 hours ago

PM મોદી પર ટિપ્પણી: પવન ખેડા સામેના તમામ કેસ લખનૌ ટ્રાન્સફર, વચગાળાના જામીન 10 એપ્રિલ સુધી લંબાયા

Uncategorized10 hours ago

કેરળને મળી તેની પ્રથમ ટ્રાન્સજેન્ડર વકીલ, પદ્મા લક્ષ્મીએ એક ઉદાહરણ સેટ કર્યું

Uncategorized10 hours ago

ગુજરાતની ફરી ધ્રૂજી ધરતી, કચ્છ જિલ્લામાં આટલી તીવ્રતાનો આવ્યો ભૂકંપ

Uncategorized10 hours ago

દર મહિને 3000 રૂપિયા, 2.5 લાખ નોકરીઓ અને 10 લાખ નોકરીઓ; રાહુલ ગાંધીએ કર્ણાટકના યુવાનોને વચન આપ્યું

Uncategorized10 hours ago

મેચ દરમિયાન યુવકને આવ્યો હાર્ટ એટેક, ક્રિકેટ ગ્રાઉન્ડમાં 45 દિવસમાં 8મું મોત

Uncategorized3 weeks ago

ડેરિવેટિવ્ઝ માર્કેટમાં ઉપયોગમાં લેવાતા ભાવના સૂચકાંકોના પ્રકારો

Uncategorized4 weeks ago

પૂલ ટેબલ હત્યાકાંડ: બ્રાઝિલમાં ગેમ હારવા બદલ ખેલાડીની હાંસી ઉડાવતા 12 વર્ષની બાળકી અને સાત પુરુષોની ગોળી મારી હત્યા કરી

ગુજરાત4 weeks ago

ફોરવર્ડ અને ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ વચ્ચે શું તફાવત છે?

Uncategorized3 weeks ago

પીએમ મોદીએ કર્યું શિવમોગ્ગા એરપોર્ટનું ઉદ્ઘાટન અને બોલ્યા આ વાત

Uncategorized3 weeks ago

વિશ્વની સૌથી લાંબી નદી ક્રુઝ MV ગંગા વિલાસ પહોંચી ડિબ્રુગઢ, 50 દિવસની સફર પૂર્ણ કરી

Uncategorized4 weeks ago

ભૂકંપ પ્રભાવિત તુર્કીથી સ્વદેશ પરત આવેલી સેનાની મેડિકલ ટીમનું સ્વાગત, આર્મી ચીફે કર્યા ખુબ વખાણ

ગુજરાત4 weeks ago

સગીરને ‘આજા આજા’ કહેવું જાતીય સતામણી છેઃ મુંબઈ કોર્ટ

Uncategorized3 weeks ago

ભારતીય વાયુસેનાની ટીમ UAE પહોંચી, બહુપક્ષીય એક્સરસાઇઝ એક્સ ડેઝર્ટ ફ્લેગમાં ભાગ લેશે

Trending