ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ‘નેટફ્લિક્સ’ સાથે ‘લસ્ટ સ્ટોરીઝ’ બાદ ફરીવાર ઝોયા અખ્તર કામ કરશે….. ‘ઘોસ્ટ સ્ટોરીઝ’ પ્રોજેક્ટના ચાર ડિરેકટરોમાંની એક ડિરેક્ટર ઝોયા અખ્તર છે. ઝોયાની શોર્ટ ફિલ્મમાં તે જાહન્વી કપૂર અને ‘ગલી બોય’ ફેમ વિજય વર્માને કાસ્ટ કરવાની છે. સ્વાભાવિક છે કે ‘ગલી બોય’ પણ ઝોયા અખ્તરે ડિરેક્ટ કરી હતી, અને હવે તે ફરીવાર વિજય વર્મા સાથે કામ કરશે……..આ ઝોયા ‘ઘોસ્ટ સ્ટોરીઝ’ એટલે કે ભૂતની સ્ટોરીઝ પર કામ કરવાના છે. આ દરેક સ્ટોરી એકબીજા સાથે કનેક્ટેડ હશે. નેટફ્લિક્સ પરની ફિલ્મ ‘લસ્ટ સ્ટોરિઝ’ એન્થોલોજી ફિલ્મ છે, જેમાં 4 શોર્ટ સ્ટોરિઝ છે. તેની જેમ જ આ ‘ઘોસ્ટ સ્ટોરીઝ’ પણ એક એન્થોલોજી ફિલ્મ હશે. એન્થોલોજી એટલે અલગ-અલગ વાર્તાઓનો સંગ્રહ….ઘોસ્ટ સ્ટોરીઝ’ને રોની સ્ક્રૂવાલા અને અશી દુઆ પ્રોડ્યૂસ કરશે…અશી દુઆએ જ ભારતમાં ‘બોમ્બે ટોકીઝ’ ફિલ્મથી એન્થોલોજી ફિલ્મ જોનરની શરૂઆત કરી છે. ‘લસ્ટ સ્ટોરીઝ’ બાદ હવે તેઓ ફરી આ પ્રોજેક્ટમાં સાથે કામ કરશે…..

You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -