જામનગરમાં DYSPની પ્રશંશનીય કામગીરી, બહેનનું અવસાન થતા પણ નિભાવી ડયુટી

admin
1 Min Read

હાલ વિશ્વભરમાં કોરોનાની મહામારી જોવા મળી રહી છે. આ કોરોના વાયરસના લીધે ભારતમાં સંપૂર્ણ લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે કોરોના સંક્રમણને અટકાવવા પોલીસ કર્મીઓ જાનના જોખમે ડ્યૂટી નિભાવી રહ્યા છે. ખાસ કરીને પરિવારના સુખ દુઃખના પ્રસંગમાં પણ હાજરી આપી શકતા નથી.

તેવામાં જામનગરમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા સયદ સાહેબના મોટા બહેનનું અવસાન થયું હતું. ત્યારે કોરોના વાયરસ તરીકે જામનગર જિલ્લામાં નોડલ ઓફિસર તરીકે ફરજ બજાવતાં સૈયદ સાહેબ તેમની અવસાન ક્રિયામાં જઈ શક્યા ન હતા.

આ ડીવાયએસપી સાહેબના મોટા બહેન મહેરૂસાનું અવસાન થતાં તેઓ ડ્યૂટીને પ્રથમ મહત્વ આપી અંતિમ ક્રિયામાં ગયા ન હતા અને વીડિયો કોલથી બહેનની અંતિમ વિધિમાં જોડાયા હતા. તે ઉપરાંત ડીવાયએસપી સાહેબ કોરોના મહામારીમાં જરૂરતમંદ લોકો માટે કીટનું વિતરણ કરી રહ્યા છે. તેઓ હાલ અમદાવાદ શાહ આલમ દરગાહના બુખારી તેમજ ટ્રસ્ટી પદે પણ બિરાજમાન છે.

Share This Article