નિવૃત જમીન દફતર નિરીક્ષકની પ્રસંશનીય કામગીરી, ૬૨ ગામડા સેનિટાઈઝ કરાવ્યા

admin
1 Min Read

સુરત જિલ્લામાં સીટી સર્વે સુપરિન્ટેન્ડેન્ટ તેમજ જિલ્લા જમીન દફતર નિરીક્ષક તરીકે ફરજ બજાવી હાલ નિવૃત થઇ કેશોદમાં રહેતા વિઠ્ઠલભાઈ ડોબરીયા એ ગ્રામ સ્વચ્છતા મિશન ઉપાડયું છે. તેમણે  કેશોદ અને માંગરોળના ૬૨ ગામડા સેનીટાઈઝ કરાવ્યા છે.  ગ્રામ્ય લેવલે આધુનિક સાધનોની સુવિધા ન મળતા ગામડા સેનીટાઇઝ કરવાનો નિર્ણય કર્યો હતો.

તેમણે જણાવ્યું  કે, ગ્રામ્ય વિસ્તારમાં બધા ગ્રામ પંચાયત પાસે સાધનસામગ્રી ઉપલબ્ધ હોતી નથી. આથી તમામ ગામડાઓનું સેનીટાઇઝેશેંન  કરવું જોઈએ. મારા મિત્રો જીગ્નેશ ગામી, અક્ષય ગામી અને સાગરભાઇ સમક્ષ આ અંગે વાત કરી  અને સાધન સંપન્ન પરિવારના મિત્રોએ આ વાત ઝીલી લઈ ઉદાર હાથે ભંડોળ આ૫યુ.

તેમજ એક બાદ એક એવા કેશોદ અને માંગરોળના ૬૨ ગામડા સેનેટાઇઝ કરવામાં આવ્યા હતા. સમાજ સેવા માટે હંમેશા તત્પર વિઠૃલભાઇએ સ્વાઇન ફલુમાં પણ શાળાના બાળકો માટે ૧૦ હજાર જેટલા માસ્કનુ વિતરણ કર્યુ હતુ.

Share This Article