Travel News: ટ્રાવેલ કરતી વખતે ઊલટી, ચક્કર અને માથુ દુખવાની ફરિયાદ રહે છે? તો આ ઉપાયો કરો, તરત રાહત થઇ જશે

admin
2 Min Read

Travel News: દરેક લોકોને ફરવાનો શોખ હોય છે. ફરવાની મજા અનેક લોકોને આવતી હોય છે, પરંતુ સૌથી મોટી સમસ્યા એ થાય છે કે જ્યારે ફરવા જઇએ ત્યારે અનેક લોકોને માથુ દુખવા લાગે છે. આ સાથે ઘણાં બધા લોકોને ચક્કર તેમજ ઊલટીની સમસ્યા રહેતી હોય છે. કાર, બસ તેમજ ટ્રેનમાં મુસાફરી કરતી વખતે આ સમસ્યા વધારે રહે છે. પરંતુ ટ્રિપ પર જતા અનેક લોકોને મોશન સિકનેસની સમસ્યા થતી હોય છે.

મોશન સિકનેસ એટલે કે સફર દરમિયાન ઊલટી તેમજ ચક્કર આવવાની સમસ્યા રહેતી હોય છે. ખાસ કરીને પહાડી વિસ્તારમાં આ તકલીફ વધારે થાય છે. આમ, તમને પણ ટ્રાવેલ કરતી વખતે આ તકલીફ થાય છે તો આ ઉપાયો તમારા માટે બેસ્ટ છે. તો જાણો આ ઉપાયો વિશે.

મુસાફરી દરમિયાન આ ઉપાયોથી રાહત મેળવો

તમને જ્યારે ઊલટી અને ચક્કર જેવી સમસ્યા થાય ત્યારે તમે મોંમા આદુનો એક કટકો મુકી દો. આદુનો કટકો મોંમા મુકવાથી તમને રાહત થઇ જશે. આદુનો રસ તમને આ તકલીફમાંથી રાહત અપાવે છે. આદુના રસમાં તમે લીંબુનો રસ પણ મિક્સ કરી શકો છો. આ રસ તમને મુસાફરી સમયે રાહત અપાવે છે.

દિવ્યાધારા સુંઘવાથી આ તકલીફમાંથી રાહત થાય છે.

  • તમને મુસાફરી કરતી વખતે ઊલટી અને ચક્કર આવવાની સમસ્યા વધારે છે તો તમે પહેલાંથી દહીં અને દાડમનું સેવન કરો. દહીં અને દાડમ તમને અનેક બીમારીઓમાંથી રાહત અપાવવાનું કામ કરે છે.
  • તમે ટ્રાવેલ સમયે દહીંનું સેવન કરો છો તો તમને રાહત થઇ જાય છે. આ માટે તમે 50 ગ્રામ દહીંને મધ તેમજ ખાંડ સાથે ખાઓ. આ રીતે દહીં ખાવાથી આરામ મળી જાય છે.
  • રાત્રે ઊંઘતા પહેલાં એક ગ્લાસ પાણીમાં એક-એક ચમચી જીરુ, ધાણાં અને વરિયાળી પલાળી દો. ત્યારબાદ સવારમાં સેવન કરો. આમ કરવાથી તમને અનેક લાભ થશે.
  • આમ, તમને ચક્કર, ઊલટી જેવી સમસ્યા વધારે થાય છે તો તમે ડોક્ટરને પૂછીને કોઇ દવા લખાવી શકો છો. આ દવા લેવાથી તમને રાહત થઇ જશે. આમ, તબિયત સારી હોય તો ફરવાની મજા પણ વઘારે આવે છે.

The post Travel News: ટ્રાવેલ કરતી વખતે ઊલટી, ચક્કર અને માથુ દુખવાની ફરિયાદ રહે છે? તો આ ઉપાયો કરો, તરત રાહત થઇ જશે appeared first on The Squirrel.

Share This Article