થરાદ પેટાચૂંટણી મામલે કોંગ્રેસ સંમેલનનું આયોજન કરાયું

admin
1 Min Read

થરાદમાં આવેલા થરાદ મુકામે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપુતના સમર્થનમાં આવેલા વડગામના ધારાસભ્ય અને દલિત સમાજના નેતા જીગ્નેશ મેવાણીએ આ વિસ્તારમાં ત્રણ ટર્મ ધારાસભ્ય તરીકે રહીને લોકોની સેવા કરનાર હેમાજી રાજપુતના કાર્યોને યાદ કર્યા હતા. જીગ્નેશ મેવાણીએ રાજ્યસરકાર પર વિવિધ મુદ્દાઓને આગળ કરી આક્ષેપ કરતાં ભાજપ વિરુધ કાંગ્રેસની નહી ભાજપ વિરૂધ્ધ ભારતની ચુંટણી ગણાવી હતી. દલિત સમાજ જ નહી તમામે તમામ સમાજે એક થઇને કાંગ્રેસના ગુલાબસિંહ રાજપુતની તરફેણમાં ૯૦ ટકા મતદાન કરવાની હાકલ કરી હતી. તેમણે આ ચુંટણીને બે રાજકીય પક્ષો કે ઉમેદવારોનો પ્રશ્ન નહી પણ વિચારધારાની લડાઇ ગણાવી હતી. રાજ્યમાં થયેલા મગફળી કૌભાંડ,ટેકાના ભાવો મળતા નથી તેનો ઉલ્લેખ કરતાં ખેડૂતોની હાલત ખરાબ કરનાર આ સરકારને પાઠ ભણાવવાની અપીલ કરી હતી. જીગ્નેશ મેવાણીએ દેશના વડાપ્રધાન સામે પણ રામના નામે રાજનિતી કરવાના આક્ષેપો કરી હિંદુમુસ્લિમોને ધર્મના નામે નહી લડવા જણાવ્યું હતું. તેમણે થરાદ વાવ વિસ્તારની સરકારી હોસ્પીટલમાં આરોગ્ય પુરતી સુવિધાઓ અને એમઆરઆઇ કે સિટીસ્કેન કરવાનું મશીન છેક થરાદથી ગાંધીનગર સુધી નહી હોવાનું જણાવી અમદાવાદ સુધી લાંબુ થવું પડતું હોવાનું અને ત્યાં પણ ત્રણ મહિને નંબર લાગતો હોઇ સરકારની પ્રજાલક્ષી સુવિધાઓની પોલ ખોલી હતી.

Share This Article