સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા વ્યાપક નુકશાનની સામે સરકારે તુચ્છ કહી શકાય તેવી મામૂલી વીઘે ૧૨૦૦ રૂપિયાની રાહત આપવાની જાહેરાત કરી ખેડૂતોની મશ્કરી કરી છે અને આડકતરી રીતે વીમા કંપનીઓને અબજો રુપિયા કમાવી આપવાનો કારસો કર્યો હોવાનો આક્ષેપ ધોરાજી શહેર કોંગ્રેસના પ્રમુખ જગદીશ રાખોલીયા તાલુકા કોંગ્રેસના પ્રમુખ અલ્પેશ ગોવાણી કિસાન કોંગ્રેસના પ્રમુખ મગનભાઈ વઘાસિયાએ કર્યો છે સરકાર પાસે ખેડૂતોને લગતી વિવિધ માગણીઓ સાથે ધારાસભ્ય લલિત વસોયાના કાર્યાલયથી ધોરાજી પ્રાંત અધિકારીની ઓફીસ સુધી રેલી સ્વરૂપે ગુજરાત કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલ આંબલિયાની આગેવાનીમાં આવેદનપત્ર આપવામાં આવ્યુ,ખેડૂતોની વિવિધ માગણીઓમાં સરકારે જાહેર કરેલી રાહતમાં પિયત જમીન અને બિનપિયત જમીનમાં જે ફેરફારો રાખ્યા છે તે ગેર વ્યાજબી છે અતિવૃષ્ટિના કારણે બંનેમાં સરખી નુકસાની થયેલ છે ૭૨ કલાકની મુદતમાં એંસી ટકા ખેડૂતો અરજી કરી શક્યા નથી માટે જે ખેડૂતોએ અરજી નથી કરી એવા ખેડૂતોને પણ આમાં સમાવેશ કરવો ગુજરાતમાં સરેરાશ વરસાદ થી ૪૦ ટકા વધુ વરસાદ થયો છે કુલ ૧૪૦ ટકા એવરેજ વરસાદ થયો છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -