ભાવનગર-મુંબઈને જળમાર્ગથી જોડવા વિચારણા, રો-પેક્સ ફેરી થશે શરુ

admin
1 Min Read

તાજેતરમાં જ વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ હજીરા ઘોઘા રોપેક્સ ફેરી સર્વિસનો શુભારંભ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદીએ આ રો પેક્સ ફેરીનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરીને ગુજરાતીઓને દિવાળીની ભેટ આપી હતી. ત્યારે હવે ભાવનગરના ઘોઘાથી દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈ વચ્ચે રો-પેક્સની ફેરી સર્વિસ શરુ કરવા અંગે વિચારણા ચાલી રહી છે. મળતી માહિતી મુજબ, કેન્દ્ર સરકાર હાલ જળમાર્ગોનો મહત્તમ ઉપયોગ કરી સડકમાર્ગનું ભારણ ઘટાડવાની દિશામાં કામ કરી રહી છે.

હાલમાં સરકાર દ્વારા દેશના જળમાર્ગોને જોડવા માટેની કામગીરી ચાલુ છે. ત્યારે ભાવનગરના ઘોઘાથી દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઇ વચ્ચે રો-પેક્સની ફેરી સર્વિસ શરુ કરવા માટે વિચારણા ચાલી રહી છે. પ્રાપ્ત મળતી વિગત અનુસાર ભાવનગરથી મુંબઇ વચ્ચે વધુ એક કનેક્ટિવિટી મળશે. સરકાર દ્વારા ઘોઘાથી મુંબઇ વચ્ચે રો-પેક્સ સર્વિસ માટે વિચારણા ચાલી રહી છે.

ઘોઘા-હજીરા-મુંબઇ વચ્ચે રો-પેક્સ સર્વિસ ચાલું કરવાની દિશામાં કામ ચાલી રહ્યું છે. સરકાર દ્વારા 21000 કિલોમીટર લાંબા વોટરવેઝને જોડવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હાલમાં બંને શહેરોને જોડવા માટે સર્વે કરાઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે હાલમાં ઘોઘા-હજીરા ખાતે રો-પેક્સ સર્વિસ અંગેનું ઇન્ફ્રાસ્ટ્રકચર ઉપલબ્ધ છે અને મુંબઇમાં કામગીરી ચાલુ છે. ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરિ સર્વિસના પ્રારંભ કરાવતા સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સરકાર દેશમાં ઉપલબ્ધ 21000 કિમી લાંબા વોટરવેઝને જોડવા માટે સતત પ્રયત્નશીલ છે.

Share This Article