ગુજરાતમાં કોરોનાના વધુ 681 કેસ નોંધાયા, જાણો કયા જિલ્લામાં કેટલા કેસ …

admin
2 Min Read

ગુજરાતમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી સતત કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 600ની ઉપર નોંધાઈ રહી છે. ત્યારે 1 જુલાઈ સાંજથી 2 જુલાઈ સાંજ સુધીમાં કોરોનાના નવા 681 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને 33999 થઈ છે.

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તો ગુજરાતમાં 24 કલાકમાં વધુ 19 દર્દીના કોરોનાથી મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 1888 થયો છે. જ્યારે 24 કલાકમાં 563 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

આમ અત્યાર સુધી રાજ્યમાં કુલ 24601 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં આજે નોંધાયેલ કેસોમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં 227 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે સુરતમાં 211 કેસ નોંધાયા છે. તો વડોદરામાં 57 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

આ રાજકોટમાં 26, ભાવનગરમાં 14, જુનાગઢમાં 13, બનાસકાંઠા-સુરેન્દ્રનગરમાં 12-12 કેસ નોંધાયા છે.. આ ઉપરાંત જામનગરમાં 11, પાટણ-ભરુચમાં 10-10 કેસ નોંધાયા છે. તો મહેસાણામાં 9, વલસાડમાં 8, ગાંધીનગર-અમરેલીમાં 7-7 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તો અરવલ્લી-પંચમહાલ-નવસારીમાં 4-4 પોઝિટિવ કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં કુલ 7510 એક્ટિવ કેસ છે. જેમાં 68 દર્દી વેન્ટિલેટર પર છે જ્યારે 7442 સ્ટેબલ છે.

Share This Article