ભારતીય નૌસેનામાં કોરોનાનો પગ પેસારો, નેવીના 20 જવાનો કોરોના પોઝિટિવ

admin
1 Min Read

દેશભરમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા સતત વધી રહી છે. ભારતીય આર્મી બાદ હવે ભારતીય નૌસેનાનામાં પણ કોરોનાએ પગ પેસારો કરી દીધો છે. મુંબઈના એક નૌસેનાના અડ્ડા પર 20 સૈનિકો કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા છે. ભારતમાં 13 હજાર કરતા વધુ કેસ નોંધાઈ ચુક્યા છે.

હવે આ વાયરસ ભારતીય નૌસેના સુધી પહોંચી ગયો છે. પશ્ચિમ નૌસેનાના કમાનના તટ પર હાજર લોજિસ્ટિક અને એડમિનિસ્ટ્રેટિવ સપોર્ટ બેઝ આઈએનએસ આંગ્રે પર 20 જવાનો કોરોનાના ઝપેટમાં આવ્યા છે.  આઈએનએસ આંગ્રે સબમરીન પર સાત એપ્રિલના રોજ કોરોનાનો પહેલો કેસ નોંધાયો હતો.

નૌસેનાના એધિકારીએ જણાવ્યું કે આ સંક્રમીત સૈનિકના સંક્રમણમાં આવેલા અન્ય લોકોની તપાસ થઈ રહી હતી જેમાંથી 20 લોકોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અમેરિકામાં પણ નૌસેના કોરોના વાયરસના સંક્રમણ સામે ઝઝૂમી રહી છે. ભારતીય સેના માટે આ ખતરાની નિશાની છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર કોરોના વાયરસની સારવાર કરાવી રહેલા નૌસેનાના 20 જવાનો પશ્ચિમ નૌસેન્યના સાધન-સામગ્રી વિભાગ સાથે જોડાયેલા હતા. કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે નૌસેનાના કેન્દ્રો પર સાવચેતી રાખવાના પગલા લેવાઈ રહ્યા છે.

Share This Article