હાંફી રહ્યો છે કોરોના, હવે આટલા દિવસમાં કેસ થઈ રહ્યા છે ડબલ

admin
1 Min Read

ભારત માટે વધુ એક કોરોનાની મહામારી વચ્ચે સારા સામાચાર સાંપડી રહ્યા છે. ભારતમાં હવે પહેલા કરતા કોરોનાના સંક્રમણની ગતિ ધીમી પડી હોય તેમ લાગી રહ્યું છે. આ વાતને કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે પણ માની છે. કેન્દ્ર સરકારે કહ્યું કે, કોરોનાના કેસ વધવાની ગતિ ધીમી પડી છે. દેશમાં કોરોનાના કેસ ડબલ થવાના સમયમાં સુધારો થયો છે.

મધ્ય ઓગસ્ટમાં જ્યાં 25.5 દિવસમાં કેસ બે ગણા થતા હતા ત્યાં હવે આ આંકડો અંદાજે 73 દિવસનો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાણકારી આપી છે. ડોક્ટરો, પેરામેડિકલ સ્ટાફ, ફ્રન્ટલાઇન વકર્સ અને કોરોના વોરિયર્સની નિ:સ્વાર્થ સેવાના કારણે પણ કોરોનાના કેસો ડબલ થવાના દરમાં સુધારો જોવા મળ્યો છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં એક જ દિવસમાં અનુક્રમે19000 અને 8000 દર્દીઓ સાજા થઇ રહ્યાં છે. મંત્રાલયે કહ્યું કે, ઓગસ્ટ મધ્યમાં કેસ 25.5 દિવસમાં ડબલ થઈ રહ્યા હતા જે હવે અંદાજે 73 દિવસ લાગી રહ્યા છે. સ્વસ્થ્ય થવાનો એટલે કે રિકવરી રેટ પણ દેશમાં 87 ટકાએ પહોંચ્યો છે.

Share This Article