ગુજરાતમાં સરેરાશ 10 લાખની વસ્તીએ માત્ર 6298 લોકોનો કોરોના ટેસ્ટ !

admin
1 Min Read

કોરોના વાયરસના મામલા દિવસેને દિવસે વધી રહ્યા છે. ભારતમાં દરરોજ વધી રહેલા કોરોના સંક્રમણના કેસો વચ્ચે દેશમાં સંક્રમણને લગતા એક કરોડ ટેસ્ટ થઈ ચુક્યા છે. આ ટેસ્ટિંગ દરમિયાન 6 લાખ 98થી પણ વધુ પોઝિટિવ કેસ સામે આવી ચુક્યા છે. તો ગુજરાતમાં પણ કોરોનાના કુલ ટેસ્ટનો આંક હવે 4.12 લાખની ઉપર પહોંચ્યો છે.

જોકે દેશના મોટા રાજ્યોમાં પ્રતિ 10 લાખની વસતીએ સરેરાશ સૌથી વધુ ટેસ્ટ થયા હોય તેમાં ગુજરાત છેક 13માં સ્થાને છે. દેશના કયા મોટા રાજ્યમાં સરેરાશ ૧૦ લાખની વસતીએ સૌથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે તેની વિગતો જારી કરવાની સાથે નીતી આયોગના સીઈઓ અમિતાભ કાંતે એવી પણ ટ્વીટ કરી છે કે, ‘દિલ્હીમાં સરેરાશ ૧૦ લાખની વસતીએ ટેસ્ટ કરવાના પ્રમાણમાં વધારો કરાયો છે અને અન્ય રાજ્યોએ પણ તેમાંથી શીખ મેળવવી જોઇએ.

આ ગંભીર બાબત છે. રાજ્યોને તેમના દ્વારા કરવામાં આવતા ટેસ્ટિંગને આધારે મૂલવવા જોઇએ. આપણે કોવિડ-૧૯ ટેસ્ટિંગની રણનીતિ-ટ્રેસિંગ-ટ્રીટિંગ એમ ૩ટી દ્વારા જ કોવિડ-૧૯ સામે સફળ થઇ શકીશું. આ પગલા લેવાનો જ નહીં પણ ઝડપથી પગલા લેવાનો સમય છે. ‘ વર્ષ ૨૦૧૮ પ્રમાણે ગુજરાતની વસતી ૬.૭૯ કરોડ અને તેના પ્રમાણે ગુજરાતમાં સરેરાશ ૧૦ લાખની વસતીએ ૬૨૯૮ વ્યક્તિના ટેસ્ટ થયા છે.

Share This Article