રાહતના સમાચાર : 101 દિવસ બાદ દેશમાં કોરોના સંક્રમણના કેસમાં મોટો ઘટાડો

admin
1 Min Read

ભારતમાં કોરોનાનું સંક્રમણ ઘટતું હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોના સંક્રમણ કેસની સંખ્યા ઘટતી જોવા મળી રહી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના આંકડામાં મોટો ઘટાડો નોંધાયો છે. અનેક દિવસો બાદ મંગળવારે જાહેર થયેલા કેસના આંકડા 40 હજારની નીચે નોંધાયો છે જે એક આશાનું કિરણ સમાન છે.

નોંધનીય છે કે 101 દિવસ બાદ આટલો ઓછો આંકડો નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 36,469 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 488 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 79,46,429 થઈ ગઈ છે. આ ઉપરાંત, ભારતમાં કોવિડ-19ની મહામારી સામે લડીને 72 લાખ 1 હજાર 70 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 6,25,857 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,19,502 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. બીજીબાજુ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ મંગળવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 26 ઓક્ટોબર સુધીમાં ભારતમાં કુલ 10,44,20,894 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. સોમવારના 24 કલાકમાં 9,58,116 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

Share This Article