કોરોનાનું સંક્રમણ વધતા દેશમાં ફરી લોકડાઉન લાગુ થશે ! ગૃહ મંત્રાલયે કરી સ્પષ્ટતા

admin
1 Min Read

ભારતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યુ છે ત્યારે ફરી એકવાર એવી અફવા ફેલાઈ છે કે દેશમાં લોકડાઉન આવી રહ્યુ છે. જોકે આ અંગેના અહેવાલો ફરતા થતાં ગૃહ મંત્રાલય પણ સતર્ક થયુ છે અને આ અંગે સ્પષ્ટતા કરી છે. ગૃહ મંત્રાલયે જણાવ્યું કે, હાલમાં દેશના કેટલાક વિસ્તારોમાં કોરોના સંક્રમણ વધતા સ્વયંભુ લોકડાઉન અંગેની જાહેરાત કરવામાં આવે છે.

ત્યારે દેશની જનતા વચ્ચે એવી અટકળો આવી રહી હતી કે દેશમાં ફરી લોકડાઉન લાગુ કરવામાં આવી શકે છે. જો કે આ અંગે કેન્દ્રીય ગૃહમંત્રાલયે સ્પષ્ટતા કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે લોકડાઉનને લઇને સ્પષ્ટતા કરી છે કે દેશના કેટલાક વિસ્તારોમાં સ્વયંભુ લોકડાઉન લગાવામાં આવ્યું છે, આ વાત સાચી છે.

પરંતુ સ્વયંભુ લોકડાઉન એટલે દેશ પણ લોકડાઉન તરફ છે એવું માનશો નહીં. ગૃહમંત્રાલયના જણાવ્યું અનુસાર દેશ કે કોઇપણ રાજ્યમાં કોઇપણ પ્રકારનું લોકડાઉન થવાનું નથી. સરકાર આ અંગે અનેક વખત સ્પષ્ટતા કરી ચૂકી છે. કેન્દ્ર દ્વારા અનલોક-4માં તમામ રાજ્યોને ગૃહમંત્રાલયે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે કોઇપણ રાજ્ય ગૃહમંત્રાલયની મંજૂરી વિના લોકડાઉન લાદી શકે નહીં.

Share This Article