કોરોના વાયરસ : ઈરાનમાં ફસાયેલ ભારતીયોના રેસ્ક્યૂ અંગે વિચારણા, ભારત-ઈરાન વચ્ચેની ફ્લાઈટ રદ્દ થતા અનેક ભારતીયો ફસાયા

admin
1 Min Read

ચીન સહિત દુનિયાભરમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. આ ખતરનાક વાયરસથી દુનિયાભરમાં 83 હજાર કરતા વધારે લોકો પ્રભાવિત થયા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ બીમારીને કોવિડ-19 નામ આપ્યું છે. ચીનમાં ફસાયેલા ભારતીયોને પહેલાથી જ પરત લાવવામાં આવી ચુક્યા છે.

ત્યારે હવે ચીન અને જાપાનની જેમ ઈરાનમાં ફસાયેલ ભારતીયોનું પણ રેસ્ક્યુ કરવામાં આવી શકે છે. જેના પગલે હાલ વિચારણાનો દોર ચાલી રહ્યો છે. ચીનમાં 80 હજારથી વધારે લોકો કોરોના ગ્રસ્ત છે. જ્યારે ચીનમાં 80 હજારથી વધારે લોકો કોરોના ગ્રસ્ત છે. જ્યારે 2500 વધારે લોકોના મોત નિપજ્યા છે. કોરોના વાયરસ ચીન સિવાય 29 જેટલા દેશોમાં ફેલાઈ ચુક્યો છે.

ત્યારે ઈરાનમાં કોરોના વાયરસના 245 કેસ નોંધાયા છે. જ્યારે 26 લોકોના મોત નિપજ્યા છે. ઈરાનની કોરોના વાયરસને લીધે સ્થિતિ વધારે ગંભીર બની છે. જેને પગલે ભારત-ઈરાન વચ્ચેની ફ્લાઇટ રદ થતા અનેક ભારતીયો ફસાયા છે.

ઈરાનમાં 340 જેટલા ગુજરાતીઓ ફસાયા હોવાનો અંદાજ છે. જેથી ચીન બાદ ઈરાનથી પણ ભારતીયોના રેસ્ક્યૂ કરવા અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે.

Share This Article