ગુજરાતમાં કોરોના વાયરસને લઇને આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ જાણકારી આપતાં રાજ્યમાં નવા આજે 92 કેસ નોંધાયા હોવાની જાણકારી આપી. જેમાં અમદાવાદ શહેરમાં જ 45 કેસ સામે આવ્યાં છે. જેને લઇને શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો કુલ આંકડો 590 થઇ ગયો છે.
અમદાવાદ શહેરની વાત કરીએ તો આજે નવા 45 પોઝિટિવ કેસ નોંધાય છે. ત્યારે શહેરમાં નવા કેસ ક્યાં-ક્યાં વિસ્તારમાંથી સામે આવ્યાં તે અંગેની જાણકારી આપી છે. જેમાં અમદાવાદ શહેરના કાલુપુર, ખમાસા, રાયખડ, વટવા, ચાંદખેડા, વેજલપુર, દરિયાપુર, ખાનપુર, નિકોલ વિસ્તારમાંથી સામે આવ્યાં છે. જો કે હવે આરોગ્ય વિભાગે જાણકારી આપતાં કહ્યું કે હવે કેરળ જેવો પ્રયોગ ગુજરાતમાં હાથ ધરવામાં આવશે. જેમાં વેન્ટિલેટર પરના દર્દીઓ માટે પ્લાઝમાં અપાશે. રિક્વર દર્દીમાંથી પ્લાઝમાં લઇ વેન્ટિલેટર પરના દર્દીને અપાશે.
જો કે AMC દ્વારા પણ લોકોને અલર્ટ રહેવા માટે અવનવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં આજે 45 નવા કેસ આવ્યા છે. જેને લઇને શહેરમાં કુલ 590 કેસ થયા છે. ત્યારે AMCએ પોઝિટવ દર્દીના નામ સાથે એક લિંક જાહેર કરી છે. જે લિંક પરથી તમે તમારા વિસ્તારના દર્દી અને તેનું એડ્રેસ તેમજ એ દર્દી તમારાથી કેટલા દૂર રહે છે તે જાણી શકો છે.
લિંક પર ક્લીક કરતા જ ગુગલ મેપ ખુલે છે. જેમાં અમદાવાદનો મેપ આવે છે. આ મેપને ત્રણે ઝોનમાં વહેંચી દેવામાં આવ્યો છે. જેમાં ગ્રીન ઝોન, ઓરેન્જ ઝોન અને રેડ ઝોન.. રેડ ઝોન જ્યાં છે ત્યાં કોરોનાના વધુ કેસ છે.. જ્યારે ઓરેન્જ ઝોનમાં કોરોનાના છૂટાછવાયા કેસ છે. જ્યારે એક પણ કેસ ન હોય કે એક કેસ હોય ત્યાં ગ્રીન ઝોન લાગુ કરાયો છે.