નિર્ભયાના દોષીતોની ફાંસી ફરી ટળી, ચાર દોષિતોની ફાંસી સોમવારે આગામી આદેશ સુધી ટાળી દીધી

admin
1 Min Read

દિલ્હીની એક કોર્ટે 2012ના નિર્ભયા બળાત્કાર અને હત્યા કેસના ચાર દોષિતોની ફાંસી સોમવારે આગામી આદેશ સુધી ટાળી દીધી છે. ચારેય દોષિતોને મંગળવારે સવારે 6 વાગ્યે ફાંસી આપવાની હતી.

નિર્ભયા કેસના ગુનેગાર પવન કુમાર ગુપ્તાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સમક્ષ દયાની અરજી કરી હતી. જો કે, રાષ્ટ્રપતિ દ્વારા તેને ફગાવી દેવામાં આવી છે. નિર્ભયા બળાત્કાર અને હત્યા કેસના ચારેય આરોપીઓમાંથી એક પવનની દયા અરજી રાષ્ટ્રપતિની સામે પેન્ડિંગ હોવાને કારણે પટિયાલા હાઉસ કોર્ટે આગામી આદેશ સુધી પ્રતિબંધ લગાવી દીધો છે.

પૂર્વ આદેશ પ્રમાણે ચારેયને કાલે 3 માર્ચે સવારે 6 કલાકે ફાંસી થવાની હતી.  કોર્ટના આ આદેશ પર નિર્ભયાની માતા આશા દેવીએ કહ્યું કે આખરે કેમ કોર્ટ દોષિતોને ફાંસી આપવાના પોતાના જ નિર્ણયને પૂર્ણ કરવામાં વિલંબ કરી રહી છે.

આશા દેવીએ આરોપ લગાવ્યો છે કે દોષિતોની સતત ટળી રહેલી ફાંસી સિસ્ટમની નિષ્ફળતા બતાવે છે. આપણી આખી સિસ્ટમ દોષિતોનું સમર્થન કરે છે. તેઓએ કહ્યું કે 15 દિવસોમાં દોષિતો તરફથી કોઇ અરજી દાખલ કરવામાં આવી નથી. આ લોકો સિસ્ટમને ગેરમાર્ગે દોરી રહ્યા છે.

Share This Article