ક્રિકેટરોને એક્ટર બનવાનો લાગ્યો ચસકો

admin
1 Min Read

ભારતીય ટીમના ઓલરાઉન્ડર અને કોમેન્ટેટર ઈરફાન પઠાણ અને સ્પિનર હરભજન સિંહ હાલમાં ભલે ક્રિકેટના મેદાનમાં જોવા નથી મળતા પરંતુ તેઓ આગામી સમયમાં તમિલની ફિલ્મમાં જોવા મળશે. આ બંન્ને ભારતીય ખિલાડીઓ તમિલની ફિલ્મથી ડેબ્યૂ કરશે. જણાવી દઈએ કે, દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ મેચ દરમિયાન ઈરફાન પઠાણે ટ્વીટ કરતા તેણે લખ્યું હતું કે તે એક્ટિંગ ડેબ્યૂ કરશે, અને આ ફિલ્મમાં તેની સાથે સુપરસ્ટાર વિક્રમ તેનો સાથી કલાકાર હશે. આ ફિલ્મને અજય જ્ઞાનમુથુ દ્રારા ડાયરેક્ટ કરવામાં આવશે. આ સાથે જ ઈરફાને જે ટ્વીટ કરી છે તેમાં તેના ક્રિકેટ કરીયર પર પ્રકાશ પાડવામાં આવી રહ્યો છે તો બીજી તરફ હરભજન સિંહ કાર્તિકેય યોગીની તમિલ ફિલ્મ ડિક્કીલૂનામાં ડેબ્યૂ કરશે સાથે જ તેઁણે ફિલ્મની ટીમનો પણ આભાર માન્યો હતો. ઉલ્લેખનીય છે કે હરભજન અને ઈરફાન આ બંન્ને એક બીજાના ખૂબ સારા મિત્ર પણ છે.

Share This Article