વડોદરા-આણંદ માર્ગ પર મગર આવ્યો

admin
1 Min Read

વડોદરા શહેરમાં સર્જાયેલ પુર પરિસ્થિતિ સમયે મગરો રહેણાંક વિસ્તારમાં આવી ચડ્યાં હોવાની અનેક ઘટના સામે આવી હતી.ત્યારબાદ હાલમાં પણ મગરો જાહેર માર્ગ તેમજ રહેણાંક વિસ્તારોમાં આવી પહોંચતા હોવાનું યથાવત રહેવા પામ્યું છે.ગત રાત્રીએ સાડા બાર વાગ્યાના અરસામાં વડોદરાથી આનંદ તરફ જતા મુખ્ય માર્ગ પર એક મગર રોડ આવી ગયો હોવાનું જણાતાં પસાર થતા વાહન ચાલકોમાં ભારે ઉત્તેજના ફેલાવા પામી હતી બનાવની જાણ ખાનગી સંસ્થાને કરાતાં સંસ્થાના હેમંત વઢવાણા અને તેમની ટીમ તેમજ વનવિભાગના કર્મચારીઓ સ્થળ પર દોડી ગયા હતા.તપાસ કરતાં 9 ફૂટ લાંબો મહાકાય મગર નજરે પડતા દોઢ કલાકની ભારે જહેમત બાદ વનવિભાગ અને સંસ્થાના કાર્યકરોએ મગરને રેસ્ક્યુ કરી સહિ સલામત સ્થળે છોડી મુકવાની કામગીરી હાથ ધરી હતી.

Share This Article