આજવા થીમ પાર્ક પાસે મારુતિ ફાર્મ હાઉસ નજીક મગર રોડ પર આવી જતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. થીમ પાર્કના સિક્યુરિટી રણજિત ભાઈ દ્વારા વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટનો સંપર્ક કરતા વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રમુખ અરવિંદ પવાર તેમની ટીમ અને વનવિભાગને સાથે રાખી ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મગર રોડની નજીકની વાડમાં ફસાઈ ગયેલ હોવાનું જણાતા વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમે એક કલાકની ભારે જહેમત બાદ 8.5 ફૂટ લાંબા મગરને વાડ માંથી બહાર કાઢ્યો હતો અને સહી સલામત રીતે મગરને આજવા સરોવરમાં છોડી મુકવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આજવા પાસે આવેલા રાવલ ગામમાં ઘરમાં મગર ઘૂસી આવ્યો હતો. રાવલ ગામમાં મગર હોવાની જાણ થતાં જ વાઈલ્ડ લાઇફ ટ્રસ્ટના રેપિડ રેસ્ક્યૂ નેટવર્કની ટીમ અને વન વિભાગના વન કર્મચારી સ્થળ પર પહોંચી મગરને રેસ્ક્યૂ કરીને આજવા સરોવર પાસે છોડી દેવામાં આવ્યો હતો.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -
