રક્ષાબંધન અગાઉ રાખડીનાં બજારોમાં ભીડ

admin
1 Min Read

રક્ષાબંઘનનો તહેવારને ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે રાજ્યમાં રાખડીની ખરીદી માટે તમામ બજારો ખચોખચ ભરાઈ ગયા છે. સમગ્ર બજારમાં રંગબેરંગી રાખડીઓ સાથે અવનવી રાખડીઓ પણ જોવા મળી રહી છે. મહત્વનું છે કે આ વર્ષે 15મી ઓગસ્ટ અને રક્ષાબંધનનો તહેવાર એક જ દિવસે આવી રહ્યો છે જેનાં કારણે રાખડીઓમાં પણ તિરંગાની અને પ્રધાનમંત્રી મોદી વાળી ડિઝાઈન જોવા મળી રહી છે તો બીજી તરફ બાળકોની રાખડીઓમાં થોર, એવેન્જર્સ, સ્પાઈડર મેન તેમજ ડોરેમોનનાં કેરેક્ટર વાળી રાખડીઓની વધુ ડીમાન્ડ જોવા મળી રહી છે. આ વર્ષે દુકાનદારો તેમજ બહેનોએ પણ ચાઈનીઝ રાખડીઓને બાયકોટ કર્યો છે.તેમજ પોતાના ભાઈ માટે સ્વદેશી બનાવટવાળી રાખડીઓ પસંદ કરી છે. જ્યારે રક્ષાબંધનના તહેવારને લઈ મીઠાઈ અને ચોકલેટોની ડીમાન્ડ પણ વધી છે.

 

Share This Article