સુરતમાં સરકારના ટ્રાફિકના નવા નિયમોનું શહેરીજનો પાલન કરી રહ્યા છે. જેને પગલે આર.ટી.ઓ કચેરીએ લાયસન્સ કરાવવા સામાન્ય દિવસો કરતા બમણો વધારો નોંધાયો છે. ઉલ્લખેનીય છે કે, સરકાર દ્વારા વાહન વ્યવહારના નવા નિયમો લાગુ કરતા સામાન્ય લોકોની હાલત કફોડી બની છે. એક તરફ દેશમાં મંદીના કારણે લોકો ઝઝુમી રહ્યા છે. તો બીજી તરફ સરકારના ટ્રાફિક અંગે નવા નિયમો લાગુ કરી લોકોને લૂંટવા નવો કિમ્યો અજમાયો છે. ટ્રાફિકના નવા નિયમોનું પાલન કરવા વાહન-ચાલકો આર.ટી.ઓ કચેરીએ લાયસન્સ ગાડીના દસ્તાવેજો, પિયુસી, વીમો કડાવવા ચક્કર લગાવી રહ્યા છે. જેમાં કેટલીક વાર પાવર કટ હોવાથી લાયસન્સ, દંડ સહિતની કામગીરી પર સીધી અસર થવાના કારણે લોકોની હાલત કફોડી બની છે. આર.ટી.ઓમાં ગત સાત મહિનામાં નવા લાયસન્સ કડાવવા બમણો આંકડો નોંધાયો છે. પરંતુ આર.ટી.ઓમાં લોકોને કેટલાક ધર્મનાં ધક્કા ખાયા પછી જ લાઇસન્સ મળતો હોય છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -