ભરૂચમાં બેંકોની બહાર જોવા મળી ભીડ

admin
1 Min Read

સમગ્ર દેશમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે. આ મહામારીને પગલે દેશમાં ત્રીજું લોકડાઉન શરુ થઇ ગયું છે. તેવામાં ભરુચના વાગરા નગરમાં આવેલી બેન્ક ઓફ બરોડાની બહાર સરકાર દ્વારા મળેલ સહાયના નાણાં ઉપાડવા લોકોની લાંબી કતારો જોવા મળી હતી. આ લોકડાઉનની પરિસ્થિતીમાં ધંધા રોજગાર બંધ થતાં ગરીબ તેમજ શ્રમિક વર્ગની હાલત કફોડી બની છે.

ત્યારે સરકાર આવા ગરીબોને સહાય રૂપી પેકેજ જાહેર કરી દરેક જનધન ખાતામાં નાણાં જમા કરાવ્યા છે. જેને ઉપાડવા ગરીબ પરિવારના લોકોની બેન્કો બહાર કતારો જોવા મળી રહી હતી. તેમજ બપોર સુધી જ બેન્કોનું કામકાજ ચાલુ રહેતા વહેલી સવારથી જ લોકો નાણાં ઉપાડવા આવી જાય છે.

પરંતુ લોકડાઉનના નિયમો લાગુ હોવાથી સોશિયલ ડિસ્ટન્સનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જો કે ખાતેદારો ઘણીવાર ધીરજ ગુમાવી સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન કરતાં હોય છે.

Share This Article