અરબી સમુદ્રમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ

admin
1 Min Read

બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થતાં રાજ્યમાં સારા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યભરમાં આગામી 4 દિવસ દરમિયાન મેઘમહેર જોવા મળશે. રાજ્યમાં કોરોના સંકટ વચ્ચે વરસાદને લઇને સારા સમાચાર આવી રહ્યાં છે. આગામી 4 દિવસ દરમિયાન સમગ્ર રાજ્યમાં મેઘમહેર જોવા મળશે. આમ છેલ્લા થોડા દિવસોથી રાજ્યમાં ગરમી સાથે બફારાનું પ્રમાણ વધેલું જોવા મળી રહ્યું છે.

(File Pic)

આમ આગામી દિવસોમાં વરસાદની આગાહીને લઇને ખેડૂતોમાં ફરી ખુશીની લહેર જોવા મળી રહી છે. બીજીબાજુ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મેઘ મહેર યથાવત્ છે. અત્યારસુધીમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં 16 તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. જેમાં 10 તાલુકામાં અડધાથી 1 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.

(File Pic)

જેમા સૌથી વધુ ડાંગના વઘાઈ તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. ત્યારબાદ નર્મદા, તાપી, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, કચ્છ, રાજકોટ, આણંદ, વલસાડ અને ગીર સોમનાથમાં સામાન્ય વરસાદ પડ્યો છે. અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ ન પડતા ફરી ઉકળાટ તેમજ ગરમીનો માહોલ સર્જાયો છે.

Share This Article