સલમાન ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ દબંગ 3 નો નવો પ્રોમો રિલીઝ થઈ ગયો છે. સલમાને તેના સોશ્યલ મીડિયા હેન્ડલ પર આ નવો પ્રોમો શેર કર્યો છે, જે ખૂબ ઈન્ટરેસ્ટીંગ છે. અને આ નવો પ્રોમો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.ફિલ્મમાં સલમાન હંમેશાંની જેમ ચૂલબુલ પાંડેના અવતારમાં જોવા મળશે. તેણે ફિલ્મના પ્રમોશનની શરૂઆત તેના ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ પ્રોફાઇલથી કરી છે જેમાં તેણે પોતાનું નામ બદલીને ચૂલબુલ પાંડે કરી દીધું છે. તમને જણાવી દઈએ કે, પ્રભુદેવા ‘દબંગ 3’ને ડિરેક્ટ કરી રહ્યા છે અને આ ફિલ્મમાં સલમાન ઉપરાંત સોનાક્ષી સિન્હા અને અરબાઝ ખાન પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
આ ફિલ્મથી અભિનેતા મહેશ માંજરેકરની પુત્રી સાઈ પણ બોલિવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. અહેવાલો અનુસાર તે આ ફિલ્મમાં સલમાન ખાનના પાત્ર ચુલબુલ પાંડેની ગર્લફ્રેન્ડની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 20 ડિસેમ્બર 2019 ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે.