દાહોદ : ટ્રેન રીક્ષા સાથે અથડાતા ૪૦ ફૂટ રીક્ષા ધસડાઈ, રીક્ષા ચાલક સહિત મહિલાનો આબાદ બચાવ

admin
1 Min Read

દાહોદ શહેરમાં રેલવે વર્કશોપ સી સાઈટ નજીક 32 ક્વાર્ટર જવાના રસ્તે રેલવે ક્રોસિંગ પર રેલવે સ્ટેશન લઈ જવાતી ગુડ્સ ટ્રેનની ત્રણ બોગીમાંથી એક બોગી કાપલિંગમાંથી છુટ્ટી પડી ગઈ હતી. પાટા ક્રોસ કરતી રીક્ષા આ બોગીની અડફેટે આવી 40 ફૂટ સુધી ધસડાઈ હતી. મળતી માહિતી મુજબ દાહોદ શહેરના રેલવે વર્કશોપમાં રીપેરીંગ માટે આવેલી ગુડ્સ ટ્રેનની ત્રણ બોગીનું કામ પૂર્ણ થતાં બહાર મોકલવાની હતી. ત્યારે વર્કશોપમાંથી એન્જીન જોડીને આ ત્રણે બોગી ધીમી ગતિએ રિવર્સમાં રેલવે સ્ટેશન તરફ લઈ જવાઈ રહી હતી.

ત્યારે સી સાઈડ નજીક બત્રીસ ક્વાર્ટર જવાના રસ્તે રેલવે ક્રોસિંગ ઉપર બોગી આવતી હોવાનું ધ્યાન ચુકી ગયેલો ચાલક પોતાની રિક્ષા ત્યાંથી કાઢી રહ્યો હતો. તે વખતે જ ટ્રેન સાથે જોડાયેલી છેલ્લી બોગી કપલિંગમાંથી છુટ્ટી પડી ગઈ હતી. ઢાળ હોવાથી તેને ઝડપ પકડી લેતા રીક્ષા તેની અડફેટમાં આવી ગઈ હતી. રિક્ષાને ઢસડી જઈ આશરે 40 ફૂટ દૂર જઈને બોગી રોકાઈ હતી. આ અકસ્માતમાં સદભાગ્યે રીક્ષા ચાલક સમયસૂચકતા વાપરી નીકળી જતા તેનો બચાવ થયો હતો. ત્યારે આ ઘટનાને લઈને આરપીએફ પોલીસ ઘટના સથળે પહોંચી હતી.

Share This Article