દાહોદ જીલ્લો આદિવાસી સમાજ ની વસ્તી ધરાવતો જીલ્લો હોવાના પગલે અહીયા રોજગારી ન હોવાને પગલે ખેતી ઉપર નભતો જીલ્લો છે.એક તરફ ચોમાસની સત્તાવાર વિદાય થવા પામી છે તો બીજી તરફ અરબી સમુદ્રમાં દીપ ડીપ્રેશનની સ્થિતિ બનતા કમોસમી વરસાદ શરૂ થવા પામ્યો હતો ત્યારે ધરતીના તાત એવા ધરતી પુત્ર ની હાલત દયનીય બની છે.રાજય અને જીલ્લામાં ચોમાસાના ભારે વરસાદને કારણે મુખ્યત્વે પાક મકાઈ, સોયાબીન, ડાંગર જેવા પાક ધોવાઈ ગયા હતા ત્યારે શિયાળુ પાક સારો થશે તેવી ખેડુતોમાં આશ મંડાઈ હતી. તેમાંય માંડ માંડ વાવણી કર્યા બાદ કમોસમી વરસાદના પગલે આ પાક નિષ્ફળ જવાની ખેડુતોને ચિંતા વધી ગઈ છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -