દાહોદ : દાહોદમાં માનવતા મરી પરવારી

admin
1 Min Read

કોરોના સંક્રમણે માઝા મૂકતા તમામ હોસ્પિટલ દર્દીઓથી ભરાઈ ગઈ છે. ત્યારે શહેરની સાથે રાજ્યભરમાં ગંભીર દર્દીઓમાં રેમડેસિવિર ઈન્જેક્શનની માગમાં વધારો થયો છે ગુજરાતમાં રેમડેસિવિરનો પૂરતો જથ્થો ન હોવાની ફરિયાદો મળી રહી છે. જ્યારે બીજી તરફ ગુજરાતમાં રેમડેસિવિરની અછતનો લાભ લઈ ઇન્જેક્શનની કાળાબજારી પણ કરાઈ રહી હોવાની વાત સામે આવી છે.ત્યારે દાહોદમાં માનવતા મરી પરવારી હોય તેમ કોરોનાની મહામારીમાં રેમડેસિવિર ઇન્જેકશનોની કાળાબજારી કરતા એક આરોપીની ધરપકડ કરાઈ છે

 

. જેમાં 11 ઇન્જેક્શનો સાથે એક આરોપીની એલ.સી.બી એ ધરપકડ કરી છે. બાતમીના આધારે એલ.સી.બી એ છટકું ગોઠવ્યું હતું. જેમાં ડમી ગ્રાહકને ઇન્જેક્શન વેચવા આવેલ ઈસમને એલ.સી.બીએ ઝડપી લીધો હતો અને રોકડ 75 હજાર તેમજ 11 ઈન્જેકશનો સાથે રાજપુરોહિત નામના ઈસમની ધરપકડ કરવામાં દાહોદ એલસીબી પોલીસને સફળતા મળી છે.

Share This Article