દાહોદ : બેન્ક ઓફ બરોડાના બેંકિંગ સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન

admin
1 Min Read

દાહોદ જીલ્લાના લીમખેડા ખાતે આજે પુર્વ કેન્દ્રીય મંત્રી અને દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરના હસ્તે બેન્ક ઓફ બરોડાના બેંકિંગ સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર લીમખેડા નગરમાં બેંક ઓફ બરોડાના સૌજન્યથી કોમન સર્વિસ સેન્ટર લીમખેડાના ચારભુજા ઓનલાઈન સર્વિસ સેન્ટરમ ખાતે મંજૂર કરવામાં આવતા બેંકના ખાતા ધારકોને નાની મોટી રકમની રોકડ લેવડ દેવડ, જનધન એકાઉન્ટ,  અટલ પેન્શન યોજના,  જીવન જ્યોત સુરક્ષા વીમા યોજના,  ફિક્સ ડિપોઝીટ,  રિકરિંગ ડિપોઝિટ,  આધાર લિન્કિંગ,  મોબાઈલ નંબર લિન્કિંગ જેવી અનેક સુવિધાઓનો કોમન સર્વિસ સેન્ટરમાં સરળતાથી લાભ મળી શકશે.  પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ડિજિટલ ઇન્ડિયાનું સ્વપ્ન સાકાર કરવા માટે સમગ્ર રાજ્યમાં અનેક સ્થળોએ કોમન સર્વિસ સેન્ટર કાર્યરત કર્યા છે.  જેના કારણે ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને બેન્કિંગની સમસ્ત સેવાઓનો લાભ મળી શકશે.  લીમખેડામાં પણ ગ્રામ્ય વિસ્તારમાં ગ્રાહકને હવે પછી કોમન સર્વિસ સેન્ટરમાં બેન્કિંગ સુવિધાઓનો સરળતાથી લાભ મળશે.

Share This Article