દાહોદ : મસ્જીદો રોશનીથી શણગારવામાં આવી

admin
2 Min Read

દાહોદના મુસ્લીમ બિરાદરો દ્રારા ઈસ્લામ ધર્મના સ્થાપક હઝરત મહંમદ પયગમ્બર સાહેબના જન્મ દિનની ઈદે મિલાદ પર્વ નિમિત્તે મસ્જીદો તથા મુસ્લિમ વિસ્તારોમાં રોશનીથી શણગારવામાં આવ્યાં હતાં અને મુસ્લિમ બિરાદરો અને ઝુલુસ કમીટી દ્વારા દાહોદના મુસ્લિમ વિસ્તાર કસ્બા ખાતેથી હુસેની મસ્જિદ નગીના મસ્જિદ તેમજ ભરપોડા સર્કલ બસ સ્ટેશન થઈને ઠક્કર ફળીયા રેલ્વે સ્ટેશન સ્વામી વિવેકાનંદ સર્કલથી યાદગાર ચોક નગર પાલિકા રૂસ્તમપુરા ખાતે ફરીને કસ્બા વિસ્તારમાં જુલુસ કાઢવામાં આવ્યું હતું જેમાં અલ્લાહને દુઆઓ કરી પૂર્ણા હૂતિ કરવામાં આવી હતી.દાહોદમાં ત્રણ દિવસ પહેલાં થીજ મુસ્લિમ વિસ્તારોમાં તથા મસ્જીદો ઉપર રંગબેરંગી રોશની કરવામાં આવી હતી અને ઠેર-ઠેર પાણીની પરબ તથા દુધની ઠંડા પીણાંની તેમજ નાસ્તા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં એક્તા શાંન્તી અને ભાઇચારો બની રહે તે માટે મુસ્લીમ બિરાદરો દ્વારા અલ્લાહને દુઆઓ કરવામાં આવી હતી અને શાંતિ- શિસ્ત રીતે દાહોદના વિવિધ માર્ગો ઉપરથી શાંતિ પૂર્વક જુલુસ પ્રસાર થયું હતું. જયારે જુલુસના માર્ગો ઉપર ધર્મપ્રેમી લોકો દ્વારા દુધ કોલ્ડીંગ, આઇસ્ક્રીમ, ઠંડા પીણા સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી. તો દાહોદ જિલ્લા પોલીસવડા હિતેશ જોયસર નાયબ પોલીસ અધિક્ષક કલ્પેશ ચાવડા પી આઇ વસંત પટેલ  દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ચુસ્ત પોલીસ બદોબદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો અને શાંતિ પૂર્ણ માહોલમાં દાહોદમાં એક પછી એક તહેવારોની રંગે ચંગે ઉજવણી થતા અને દાહોદવાસીઓએ વહીવટી તંત્ર તેમજ પોલીસ જવાનોનો પૂરતો સહયોગ રહેવા બદલ અને તહેવારો નિમિતે ખડે પગે રહી સુરક્ષા જાળવી રાખવા બદલ દાહોદ વાસીઓએ આભાર વ્યક્ત કર્યો હતો

Share This Article