દાહોદ: મૃત અવસ્થામાં મોર મળી આવ્યો

admin
1 Min Read

મોર એ સૌ કોઈને આકર્ષિત કરે તેવું પક્ષી છે કદાચ પક્ષીઓમાં સૌથી સુંદર સ્વરૂપવાન હોવાના કારણે જ મોરને ભારતના રાષ્ટ્રીય પક્ષી તરીકે માન્યતા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય પક્ષી તરીકે મોરનો શિકાર કરવો તે ગુનો બને છે. એવામાં દાહોદ શહેરના ગોધરા રોડ પર એક મૃત હાલતમાં મોર મળી આવતા લોકો ચોંકી ગયા હતા.
પ્રાપ્ત વિગત મુજબ, દાહોદ શહેરના ગોધરા રોડ વિસ્તાર પર એક મોર મૃત અવસ્થામાં મળી આવ્યો હોવાની જાણ રોડ પરથી પસાર થતા લોકોમાં અનેક તર્ક વિતર્ક પ્રયોજાઈ રહ્યા હતા. આ ઘટનાની જાણ થતા વન વિભાગના કર્મચારીઓ પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. જોકે આ મોર MGVCLની ડીપીની નીચે મળ્યો હોવાથી એવું અનુમાન લગાવામાં આવ્યું હતું કે વીજકરંટના કારણે મોરનું મોત થયું હોઈ શકે. કુતરાઓથી બચવા માટે મોર બેઠો હોય અને દરમ્યાન કરંટ લાગવાના કારણે તેનું મોત થયું હોઈ શકે છે. વન અધિકારીઓએ મોરના મૃતદેહ ને પી.એમ માટે મોકલ્યો હતો. પી.એમ બાદ મોરની અંતિમ વિધિ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું હતું.

Share This Article