ડેઝી શાહ હવે કરશે ગુજરાતી ફિલ્મમાં ડેબ્યુ

admin
1 Min Read

મોસ્ટ અવેઈટેડ ગુજરાતી ફિલ્મ ‘ગુજરાત 11’ વિશે મહત્વના સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી આ ફિલ્મ વિશે ચર્ચા ચાલી રહી છે. ‘ગુજરાત 11’નું શૂટિંગ પુરુ થઈ ચૂક્યુ છે અને ફિલ્મ ઓક્ટોબર એન્ડમાં દિવાળીના પર્વે રિલીઝ થઈ શકે છે. આ ફિલ્મ સાથે ડેઝી શાહ ગુજરાતી ફિલ્મમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. ફિલ્મમાં ડેઝી શાહની સામે ટેલેન્ટેડ એક્ટર પ્રતીક ગાંધી જોવા મળશે. ફિલ્મને જાણીતા ડિરેક્ટર જયંત ગિલાટરે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મની સ્ટોરી પણ જયંત ગિલાટરે જ લખી છે. આ ફિલ્મની ખાસ વાત એ છે કે ‘ગુજરાત 11’ પહેલી ગુજરાતી સ્પોર્ટ્સ ફિલ્મ છે. સાથે જ ઈન્ડસ્ટ્રીમાં પણ એવી ચર્ચા છે કે આ મોસ્ટ એક્સપેન્સિવ ગુજરાતી ફિલ્મ છે. જો કે આ ફિલ્મનું બજેટ કેટલું છે તેનો કોઈ આંકડો સામે નથી આવ્યો. ફિલ્મમાં ડેયઝી શાહ અને પ્રતીક ગાંધીની સાથે કવિન દવે પણ દેખાશે. કવિન દવે આ પહેલા બે યાર અને કિક ફિલ્મોમાં જોવા મળ્યા હતા. આ ઉપરાંત ફિલ્મમાં 250 એક્ટર્સ અને ફૂટબોલ પ્લેયર્સે એક્ટિંગ કરી છે.ફિલ્મમાં ડેયઝી શાહ ફૂટબોલ કોચની ભૂમિકા ભજવી રહી છે. આ પહેલા જયંત ગિલાટર જૂહી ચાવલા અને શબાના આઝમી સ્ટારર ‘ચૉક એન્ડ ડસ્ટર’ ડિરેક્ટ કરી ચૂક્યા છે. હવે દર્શકોને તેમની આ ફિલ્મ પાસેથી મોટી અપેક્ષા છે.

Share This Article