ઉપલેટા તાલુકાના સેવંત્રા ગામના ખેડૂતો હેરાન પરેશાન થઇ ગયા છે. વરસાદનાં કારણે કપાસનો પાક બળી ગયો છે. ખેડૂતોના ખેતરમાં તૈયાર પાક નિષફ્ળ ગયો છે. જયારે પશુ માટેનો પાલો પણ વધે તેમ નથી. કપાસની હાલત અતિ ખરાબ છે અને કપાસમાં જીવાત અને ઈયળો પણ થઇ ગઈ છે. તો ખેતરોમાં કમોસમી વરસાદથી કપાસના છોડ કાળા પડવા લાગ્યા છે અને સુકાઈ ગયા છે. ઉપલેટા તાલુકાનાં સેવંત્રા ગામના સરપંચ સાથે ખાસ વાતચીત કરી હતી, જેમાં ગામના 2500 વીઘા જેટલી જમીનનો કપાસ ખરાબ થઈને નિષફળ ગયાનું જણાવેલ હતું.
જેથી ખેડૂતો કપરી પરિસ્થિતિમાં મુકાઈ ગયાં છે. હાલ પડતાં પર પાટું જેવી પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે. ખેડૂતોની આખાં વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું છે. મોંઘા ભાવોના જંતુનાશક દવાઓ તથા બિયારણો લઈને ખર્ચ માથે પડે તેવી સ્થિતિ નિર્માણ થવા પામી હતી. ત્યારે ખેડૂતો હાલ રાજય સરકાર પર આશ રાખીને બેઠાં છે. સરકાર દ્વારા તાત્કાલિક અસરથી ખેડૂતો માટે રાહત જાહેર કરે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે.