પંચવટી કેનાલમાંથી મરેલા ઢોરોના કંકાલ મળ્યા

admin
1 Min Read

વડોદરા શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારની પાણીની સમસ્યામાંથી માંડ માંડ છુટકારો મળ્યો છે ત્યાં પશ્ચિમ વિસ્તારને પાણી પૂરુ પાડતી નર્મદા કેનાલ આધારિત પાણીના સ્ત્રોતમાં ગંદકી હોવાનો ભાંડો ફોડીને કોંગ્રેસે જનતા મેમો આપતાં પાલિકાનું તંત્ર દોડતુ થયું હતું અને પાણી પીવાલાયક છે કે નહીં તેની ચકાસણી કરાવી હતી.ચોતરફ ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું હોવાથી શહેરીજનો રોગચાળામાં સપડાય છે ત્યારે શહેર ના પ્રતાપનગર રોડ સ્થિત ગીતામંદિર સ્કુલની પાછળ પશુઓને ઘાસ નાખવાના ગ્રાઉન્ડમાં કચરો અને સંગ્રહિત ગંદા પાણી એ નિષ્ફળ તંત્રની જનતા ને વેદના રૂપી ‘ભેટ’ છે. આ ગ્રાઉન્ડની ગંદકી અને સંગ્રહિત ગંદા પાણીને કારણે, આસપાસમાં રહેતા શહેરીજનો ઘરના બારણાં ખોલી સ્વચ્છ હવામાં શ્વાસ લઈ શકે એવી પણ સ્થિતિ નથી. આ સ્થળની મુલાકાત લેતા શહેર કૉંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ અને પાલિકાના વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે અમે જ જ્યારે અહીં શ્વાસ લઈ શકતા નથી ત્યારે અહીં વસતા બાળકો, વડીલો અને અન્ય લોકો કઈ રીતે રોજ અહીં જીવતા હશે ?

Share This Article