દિગ્ગજ સંગીતકાર ખય્યામ સાહેબનું નિધન

admin
2 Min Read

હિંદી સિનેમાના દિગ્ગજ સંગીતકાર ખય્યામ સાહેબના નિધનથી બોલીવુડમાં શોક છવાઈ ગયો છે. શબ્દોમાં પોતાના સંગીતથી જાન લાવનાર ખય્યામ સાહેબને યાદ કરીને સિતારાઓ ભાવુક થઈ રહ્યા છે. ખાસ કરીને સુરોની મલ્લિકા લતા મંગેશકર ખય્યામના નિધનથી ખૂબ દુખી છે. લતાજીએ અનેક યાદગાર ગીતો ખય્યામ સાહેબના નિર્દેશનમાં ગાયા છે. તેમણે ટ્વીટ કરીને ખય્યામ સાહેબના સંગીતને યાદ કર્યું અને શ્રદ્ધાંજલિ આપી.લતા મંગેશકરે લખ્યું કે, મહાન સંગીતકાર અને નેક દિલ માણસ ખય્યામ સાહેબ આજે આપણી વચ્ચે નથી રહ્યા. એ સાંભળીને મને દુઃખ થાય છે, જે હું વ્યક્ત નથી કરી શકતી. ખય્યામ સાહેબની સાથે સંગીતના એક યુગનો અંત થયો. હું તેમને વિનમ્ર શ્રદ્ધાંજલિ આપું છું. દિખાઈ દિયે યૂં જેવી ખૂબસૂરત ગઝલ હોય કે અપને આપ રાતોમે જેવા ગીત, ખય્યામ સાહેબનું સંગીત હંમેશા દિલને સ્પર્શી જતું હતું. રાગ પહાડી તેમને સૌથી વધુ પસંદ હતો.પીએમ મોદીએ પણ ટ્વીટ કરી હતી, સુપ્રસિદ્ધ સંગીતકાર ખય્યામસાહેબના નિધનથી ઘણું જ દુઃખ થયું. તેમની યાદગાર ધુનોએ અગણિત ગીતોને અમર બનાવ્યા. તેમના અપ્રતિમ યોગદાન માટે ફિલ્મ તથા કલા જગત હંમેશાં તેમનું ઋણી રહેશે. દુઃખની આ ઘડીમાં મારી સંવેદનાઓ તેમના ચાહકો સાથે છે.તેની સાથે અમિતાભ બચ્ચને કહ્યું, સંગીતમાં લિજેન્ડ, એકદમ મૃદુભાષી, મારી તથા અન્ય ફિલ્મ્સમાં મહાન સંગીત આપ્યું, ખય્યામસાહેબ હવે નથી રહ્યાં. તેમણે સંગીતમાં જે આપ્યું તે હંમેશા યાદ રહેશે…તેની સાથે આયુષમાનખુરાના,જાવેદઅખતર,વિશાલ દદલાની,સિંગર હર્ષદીપ કૌર,સલીમ મર્ચન્ટે,કરન જોહરે પણ ખય્યામ સાહેબને શ્રદ્ધાંજલિ આપી હતી……..

Share This Article