ડીસા દુષ્કર્મ બાદ હત્યાનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલશે : ગૃહ રાજ્ય મંત્રી

admin
1 Min Read

બનાસકાંઠા જિલ્લાના ડિસામાં મૂકબધિર સગીરા પર દુષ્કર્મ બાદ હત્યાની ઘટનાએ સમગ્ર રાજ્યને શર્મસાર કરી દીધુ છે. આ ઘટનાની ગંભીર નોંધ લઈ રાજ્ય સરકારના ગૃહ રાજ્ય મંત્રીએ મોટુ નિવેદન આપ્યુ છે. પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, આવી ઘટનાના આરોપીઓને સખ્તાઇનો મેસેજ મળે તે રીતે કામ કરાશે.

તેમણે જણાવ્યું કે, ડીસામાં મુકબધિર સગીરા પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની મંજૂરી આપી દેવામાં આવી છે. આ માટે સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યૂટરની નિમણૂંક કરવાની જાહેરાત પણ કરી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આવા કેસોનો દર 15 દિવસે રિવ્યૂ કરવામાં આવશે. મહત્વનું છે કે, ગાંધીનગરની કરાઈ પોલીસ એકેડમી ખાતે ગૃહરાજ્ય મંત્રી અને રાજ્યપોલીસ વડાની અધ્યક્ષતામાં પરેડ યોજાઈ હતી. જે દરમિયાન પત્રકારો સાથેની વાતચીત દરમિયાન ડિસામાં બનેલી ચકચારી ઘટના અંગે પૂછવામાં આવેલ સવાલના જવાબમાં તેમણે આ નિવેદન આપ્યુ હતું.

આપને જણાવી દઈએ કે, ગત સપ્તાહે ડીસામાં 12 વર્ષીય મૂકબધિર સગીરાની તેના પિતરાઈ ભાઈ દ્વારા દુષ્કર્મ આચર્યા બાદ નિર્દયી રીતે હત્યા કરવામાં આવી હતી. પિતરાઈ ભાઈએ સગીરાના ધડથી માથુ અલગ કરી હત્યા કરી દીધી હતી. આ ઘટનાના ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી જેલ ભેગો કરાયો છે. જોકે, હાલ આ મામલે આરોપીને કડકમાં કડક સજા થાય તેવી સૌ કોઈ માંગ કરી રહ્યા છે.

Share This Article