દિલ્હી ક્રાઇમ વેબ-સિરીઝની બનશે સિકવલ

admin
1 Min Read

નિર્ભયા રેપ-મર્ડરકેસ પર આધારિત ‘દિલ્હી ક્રાઇમ’ને મળેલી અદ્ભુત સફળતા પછી હવે આ જ વેબ-સિરીઝની સેકન્ડ સીઝન તૈયાર થઈ રહી છે જેમાં નિઠારી કેસને કેન્દ્રમાં રાખવામાં આવ્યો છે. નિઠારી કેસ ૨૦૦૬માં બન્યો હતો, જેમાં સુરિન્દર કોલી નામના એક માણસની માનસિક વિકૃતિ વચ્ચે એ વિસ્તારમાં રહેલાં ૧૮થી વધારે બાળકોને મારીને તેમનાં અંગો કાપીને કોલી ખાઈ ગયો હતો. કોલીના ઘરે આવેલી પાયલ નામની એક પ્રોસ્ટિટ્યુટ ગુમ થતાં એ કેસની તપાસ શરૂ થઈ અને એ પછી તપાસ છેક બાળકોના સિરિયલ કિલિંગ સુધી પહોંચી હતી. ‘દિલ્હી ક્રાઇમ-2’માં દિલ્હી અને એની આસપાસના વિસ્તારમાં બનેલી તથા વિવાદાસ્પદ બનેલી ઘટનાઓને સમાવવાનું નક્કી થયું છે. પહેલાં સેકન્ડ સીઝન માટે જેસિકા મર્ડરકેસ પર કામ શરૂ થયું હતું, પણ ઑલરેડી આ કેસ પર વિસ્તારપૂર્વક સંશોધન સાથેની ફિલ્મ આવી ગઈ હોવાથી એ કેસને પડતો મૂકવામાં આવ્યો અને નિઠારી કેસને હાથમાં લેવામાં આવ્યો અને હવે એની તૈયારી શરૂ થઈ ગઈ છે.

Share This Article