નુકસાનનું વળતર આપવા ધરતીપુત્રોની માંગ

admin
1 Min Read

થોડા દિવસો અગાઉ સમગ્ર વડોદરા તાલુકામાં વરસેલા અનરાધાર વરસાદને પગલે ચારેકોર જળબંબાકારના દ્રશ્યો સર્જાયા હતા. વાત કરીએ વડોદરાના પોર ગામની તો પોર ગામની સીમમાંથી પસાર થતી ઢાઢર નદીએ ગાંડીતુર બની કિનાર‍ાના બંધન તોડી નદીના પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોનો મહામૂલો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઇ રહી છે. હાલ ઢાઢર નદીના નીર ધીરે ધીરે ઓસરી રહ્યા છે. તો બીજીબાજુ ઢાઢર નદીમાં સતત દસ દિવસમાં બીજી વાર પુરની સ્થિતિ સર્જાતા વડોદરા જિલ્લાના પોર સહિત ઢાઢર નદીના કિનારાના વિસ્તારો તેમજ ખેતરોને પણ પોતાની ચપેટમાં લીધા હતા. અનરાધાર વરસાદને પગલે ખેડૂતોના પાકને ખુબ જ મોટા પ્રમાણમાં નુકશાન થવા પામ્યું છે. જેના કારણે ધરતીપુત્રો દેવાના ડુંગર નીચે દબાઈ ગયા છે. સરકાર દ્વારા ખેડૂતોને સત્વરે રાહત મળે એવી ખેડૂતો દ્વારા માંગ ઉઠવા પામી છે. કાનમ પ્રદેશ તરીકે ઓળખાતા વિસ્તારમાં મુખ્યત્વે બે જ પાક થાય છે. કપાસ અને તુવર હાલમા છેલ્લા દસ દીવસથી ભારે વરસાદને પગલે કપાસ અને તુવરનો પાક બળી જવા પામ્યો છે. મોંઘા ભાવના બીયારણ લાવીને ઉછારેલા કપાસના ઉભા છોડ પણ સુકાઇ ગયા છે. તો સરકાર દ્વારા ખેડૂતોને થયેલા નુકસાનનું વળતર આપવામાં આવે તો ફરી એકવાર અમે ખેતી કરી શકીએ. તો સરકાર દ્વારા ખેડૂતોને સહાય અાપવામાં આવે એવી ખેડૂતોની માંગ છે..

Share This Article