વસ્તી નિયંત્રણ કાયદો લાવવાની ઉઠી માંગ

admin
2 Min Read

રોજ બરોજ વધતી જતી જનસંખ્યાના દબાણને અનુભવવા માટે દર વર્ષે વિશ્વ વસતી દિવસની ઉજવણી કરવામાં આવે છે.  આગામી 11 જુલાઈના રોજ વર્લ્ડ પોપ્યુલેશન દિવસની ઉજવણી કરવામાં આવનાર છે, ત્યારે આ દિવસની ઉજવણી પાછળનું કારણ દરેક સેકન્ડમાં વધતી વસ્તીના મુદ્દા પર લોકોનું ધ્યાન દોરવાનું છે.

(File Pic)

ભારતની વાત કરવામાં આવે તો આજે એક મોટી સમસ્યા વધતી જતી જનસંખ્યા છે તેમજ કેટલાક વર્ષોમાં ખૂબ જ ઝડપથી ભારતમાં જનસંખ્યા વધી છે.  ભારતમાં જનસંખ્યાના વિસ્ફોટને રોકવા માટે હવે વસ્તી નિયંત્રણ કાયદો લાવવાની માંગ પણ જોરશોરથી ઉઠવા લાગી છે. ભારતમાં જનસંખ્યા વિસ્ફોટને રોકવા માટે હવે જો કાયદો નહીં લાવવામાં આવે તો થોડા વર્ષોમાં દેશની જનસંખ્યા વધીને 200 કરોડને પાર થઈ જશે.

(File Pic)

સોશિયલ મીડિયા પર હેશટેગ વસ્તી નિયંત્રણ કાયદો ટ્રેન્ડીંગ કરી રહ્યુ છે અને આ માટે ઝડપથી કાયદો બનાવવામાં આવે તેવી ઉગ્ર માંગ પણ કરવામાં આવી રહી છે. આપને જણાવી દઈએ કે, કેન્દ્રની મોદી સરકાર નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર એટલે કે એનપીઆર કાયદો પણ લાવવા અંગે વિચાર કરી રહી છે.

સ્વતંત્રતા દિવસ પર પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યુ હતું કે, સતત વધતી જતી જનસંખ્યા આપણા અને આપણી આગામી પેઢી માટે સમસ્યા અને પડકાર લાવશે. ત્યારે બે દિવસ બાદ 11 જુલાઈના રોજ વર્લ્ડ પોપ્યુલેશન દિવસની ઉજવણી પહેલા ભારતમાં વસ્તી નિયંત્રણ કાયદો લાવવાની માંગ ઉઠવા પામી છે.

Share This Article