કોરોનાકાળમાં હવે કલરફૂલ માસ્કની ડિમાન્ડ વધી

admin
1 Min Read

કોરોના મહામારીમાં અનેક ધંધા વેપાર ભાંગી પડ્યા છે. તો બીજીબાજુ માસ્કની માંગ પણ ધુમ વધી છે. અમદાવાદ સહિતના મહાનગરોમાં ફેશનેબલ માસ્ક હવે બજારોમાં જોવા મળી રહ્યા છે અને લોકો પણ આ માસ્કની ખરીદી મોટાપ્રમાણમાં કરી રહ્યા છે.

અનલોક 1માં જ્યારે બજારોથી માંડી ઓફિસ ધંધા ખુલી ગયા છે ત્યારે ઓફિસે કામ કરવા જતા મોટાભાગના યુવા વર્ગમાં આ ફેશનેબલ માસ્ક વધુ લોકપ્રિય બન્યા છે. જેમાં ચેક્સ, પ્લેન કલર સહિતની ડિઝાઈનવાળા માસ્ક માર્કેટમાં ધુમ મચાવી રહ્યા છે. અમદાવાદમાં પણ કપડા બનાવતી ફેક્ટરીઓ માસ્ક બનાવી રહી છે.

જે કંપનીઓ અત્યાર સુધી શર્ટ અને પેન્ટ બનાવતી હતી. તે કંપનીઓ હવે જથ્થાબંધ કલરફુલ ડિઝાનર માસ્કનું ઉત્પાદન કરી રહી છે. લોકડાઉનથી તૈયાર શર્ટનો જથ્થો પડી રહ્યો છે. જેથી હાલમાં માસ્કની ડિમાન્ડ વધી છે. તેથી કારીગરો હવે અનેક પ્રકારની ડિઝાઈનવાળા માસ્ક તૈયાર કરવામાં માસ્ટરી મેળવી ચૂ્કયા છે.. બજારમાં મળતા વિવિધ માસ્ક 10-20 રુપિયાથી લઈને 100 રુપિયા તેમજ 200 રુપિયા સુધી વેચાઈ રહ્યા છે.

Share This Article