દુનિયાનું સૌથી મોટું એન્ટીના નષ્ટ, 450 ફૂટ નીચે પડ્યુ એન્ટીના

admin
2 Min Read

એક દુર્ઘટનામાં દુનિયાનું સૌથી તાકાતવર ટેલીકોસ્ટ સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયુ છે. આ આખું એન્ટીના 450 ફૂટ નીચે પડ્યુ હતું. જે બાદમાં દુનિયાને એલિયન ગ્રહો અને એસ્ટ્રોઇડની માહિતી આપતી ઓબ્ઝર્વેટરીએ સંપૂર્ણ રીતે કામ કરવાનું બંધ કરી દીધુ છે. મળતી માહિતી મુજબ, વિશ્વના સૌથી પાવરફૂલ ટેલિસ્કોપનો નાશ થઇ ગયો હોવાના ચોંકાવનારા સમાચાર મળ્યા હતા.

અત્યાર સુધી પૂરી દુનિયાને એસ્ટેરોઇડ્સ અને એલિયન્સની ખબર આપતું આ ટેલિસ્કોપ હવે રહ્યું નથી. ગત મહિને આ એન્ટીનાનો એક કેબલ તૂટી પડ્યો હતો. એન્ટીનાનો આખો ટાવર ધરાશાયી થઇ જતા ખળભળાટ મચ્યો હતો. આ એજ ઓબ્ઝર્વેટરી છે જ્યાં જેમ્સ બોન્ડની ગોલ્ડન આઇ ફિલ્મનું શૂટિંગ પણ થયું હતું.

આર્સિબો ઓબ્ઝર્વેટરી તરીકે ઓળખાતું આ ટેલિસ્કોપ પુએર્ટો રિકોમાં ગોઠવવામાં આવ્યું હતું અને એ આખી દુનિયાને મિટિયોર્સ, એસ્ટેરોઇડ્સ અને એલિયન્સની માહિતી પૂરી પાડતું હતું. એનું સંચાલન એના ડી મેંડેસ યુનિવર્સિટી, નેશનલ સાયન્સ ફાઉન઼્ડેશન અને યુનિવર્સિટી ઑફ ફ્લોરિડા મળીને કરતાં હતાં.

આ ઓબ્ઝર્વેટરીમાં 1007 ફૂટ બે ઇંચ વ્યાસ ધરાવતું એક એન્ટેના હતું જે અંતરીક્ષમાં બનતા બનાવોની જાણકારી સમગ્ર વિશ્વને પૂરી પાડતું હતું. આ એન્ટેનામાં એલ્યુમિનિયમની બનેલી 40 હજાર પેનલ્સ કાર્યરત હતી. એ આર્સિબો રાડાર તરીકે ઓળખાતી હતી. આ ઓબ્ઝર્વેટરી બનાવવાનો વિચાર સૌથી પહેલાં કોર્નેલ યુનિવર્સિટીના પ્રોફેસર વિલિયમ ગોર્ડનને આવ્યો હતો. આ ઓબ્ઝર્વેટરહી બનાવવાની શરૂઆત 1960માં થઇ હતીય. ત્રણ વર્ષ બાદ એનું કામ 1963માં પૂરું થયું હતું. ત્યારથી એ સતત અવિરત કામ કરી રહ્યું હતું.

Share This Article