દેવોલીના બિગ બોસમાં બતાવશે પોતાની ફેશનેબલ સાઈડ

admin
1 Min Read

સાથ નિભાના સાથિયા’ની ગોપીવહુ એટલે કે દેવોલીના ભટ્ટાચાર્જી હાલમાં ‘બિગ બોસ 13’ના ઘરમાં જોવા મળે છે. દેવોલીના ભટ્ટાચાર્જી ચાહકોમાં ગોપીવહુ તરીકે લોકપ્રિય છે. ‘બિગ બોસ’ના ઘરમાં દેવોલીના પોતાની ફેશનેબલ સાઈડ ચાહકોને બતાવવા માગે છે. ‘બિગ બોસ’માં જતા પહેલાં દેવોલીનાએ એક ઈન્ટવ્યૂમાં કહ્યું હતું કે તે ઘરની અંદર 150 જેટલાં આઉટફિટ લઈને જાય છે…….

દેવોલીનાએ કહ્યું હતું કે તે નાઈટ સૂટ્સ. ગાઉન તથા ડિઝાઈનર ડ્રેસિસ આ બધું થઈને તે 150 જેટલાં આઉટફિટ્સ ઘરની અંદર લઈને જશે. તે આ બધા જ કપડાં પહેરવાને લઈ ઉત્સુક છે. તેને મેકઅપ કરવો બહુ પસંદ નથી અને તેથી જ તે વધુ પડતો મેકઅપ કરશે નહીં પરંતુ તે સ્ક્રીન પર સારી જરૂરથી દેખાશે. તે પોતાને સિમ્પલ રાખશે…….

બિગ બોસ 11’માં હિના ખાન પણ ઢગલો કપડાં લઈને ગઈ હતી. હિના ખાન 150 નાઈટ ડ્રેસ, 100 ડ્રેસિસ તથા 50 જૂતા લઈને એન્ટર થઈ હતી. શો દરમિયાન હિના ખાનની સ્ટાઈલ તથા ફેશન સેન્સના ઘણાં જ વખાણ કરવામાં આવ્યા હતાં. જોકે, ફેશન ડિઝાઈનર નીરુસાએ દાવો કર્યો હતો કે હિના ખાને બધા ડિઝાઈનર્સ પાસેથી કપડાં ઉધાર માગ્યા હતાં. હિના ખાનની સ્ટાઈલિસ્ટ હેમલતા પેરીવાલે તેની પાસેથી પણ ઉધાર આઉટફિટ માગ્યા હતાં અને તેણે ના પાડી દીધી હતી.

 

 

Share This Article