સાણંદમાં શિક્ષક સંઘ દ્વારા ધરણા પ્રદર્શન કરાયા

admin
1 Min Read

અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જુદા જુદા સ્તરે તાલુકા થી લઇ રાષ્ટ્રીય લેવલ સુધી ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા. ત્યારે સાણંદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જુની પેન્શન યોજના તાત્કાલિક ચાલુ કરવાની માંગ સાથે તેમજ વિવિધ પડતર પ્રશ્નોને લઇને સાણંદ તાલુકા જૂની મામલતદાર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરાયા હતા. ધરણામાં સાણંદ તાલુકાના શિક્ષકો તેમજ વિવિધ પ્લેકાર્ડ લઈને મહિલા શિક્ષકો પણ ખુબ મોટી સંખ્યામાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષણ સંઘ 30 લાખ પ્રાથમિક શિક્ષકોનું પ્રતિનિધિત્વ કરતું એક માત્ર સંગઠન કહેવાય છે અને 25 રાજ્યોમાં લગભગ ૨૩ લાખ જેટલા શિક્ષકોનું સભ્યપદ ધરાવે છે. તેમજ આંતરરાષ્ટ્રીય સ્તર પર એજ્યુકેશન ઇન્ટરનેશનલ સંગઠન સાથે જોડાયેલ છે. એજ્યુકેશન ઇન્ટરનેશનલ લગભગ 171 દેશોમાં ત્રણ કરોડ 50 લાખ જેટલા શિક્ષકોની સંખ્યા ધરાવે છે. આ સંદર્ભે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા દરેક રાજ્યોના શિક્ષકોએ મળીને પાંચ ઓક્ટોબર 2017ના રોજ દિલ્હી જંતર-મંતર ખાતે એક દિવસના ધરણાં કાર્યક્રમ યોજ્યા હતા અને સરકારને ચેતવણી આપીને કહેવામાં આવ્યું હતું કે, જો આ બાબતમાં કોઇ કાર્યવાહી નહીં થાય તો રાજ્યોના શિક્ષકો નવા ઉત્સાહ અને એક જૂથ સાથે ફરીથી આંદોલન પ્રદર્શન કરશે.

Share This Article