કાશ્મીર મુદ્દે ધવને આફ્રિદીને ઝાટક્યો

admin
1 Min Read

કાશ્મીરના મુદ્દે ભારત અને પાકિસિતાન વચ્ચે હંમેશા ખેંચ તાણ જોવા મળે છે. પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર આફ્રિદીએ કાશ્મીર વિશે વાત કરતા જ ભારતીય ટીમના ગબ્બર એટલે કે ધવને ઝડબાતોડ જવાબ આપ્યો હતો. એક ઈન્ટર્વ્યુમાં શિખર ધવને કાશ્મીર મુદ્દે વાત કરતા કહ્યું હતું કે, પહેલા પોતાના દેશની સંભાળ લેવાની જરુર છે બીજા દેશો પર કોમેન્ટ કરવી યોગ્ય નથી. પાકિસ્તાન હંમેશા કાશ્મીર મુદ્દે ચંચુપાત કરતું આવ્યું છે પરંતુ હવે તેમની ચંચુપાતને ચલાવી નહીં લેવાય. ભારત વિશે કંઈ પણ કહેવું હશે તો તે ભારતીય લોકો બોલશે. બહારના લોકોએ બોલવાની જરુર નથી. મહત્વનું છે કે શિખર ધવને એપ્રિલમાં અગાઉ પણ પાકિસ્તાનને આજ રીતે જડબા તોડ જવાબ આપ્યો છે. અને કહ્યું હતું કે ભારતના મુદ્દે બિજા દેશને બોલવાનો હક નથી.જણાવી દઈએ કે ધવને પોતાના ટ્વીટર પરથી ટ્વીટ પણ કરી હતી જેમાં તેણે લખ્યું હતું કે પહેલા તમારા દેશની હાલત જુઓ આવી ગયી અમારા દેશને સલાહ આપવા. તમારા વિચારો તમારી પાસે જ રાખો. જે કરવાનું હશે તે અમે કરીશું તમારે સલાહ આપવાની જરુર નથી.

Share This Article