લેહમાં ધોનીએ બાળકો સાથે રમી ક્રિકેટ

admin
1 Min Read

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીએ ટેરિટોરિયલ આર્મીની સાથે જમ્મૂ-કાશ્મીરમાં પોતાની બે સપ્તાહની ટ્રેનિંગ પૂરી કરી લીધી છે. ત્યારે બાસ્કેટબોલ કોર્ટ પર બાળકો સાથે ક્રિકેટ રમતા ધોનીની તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં મહેન્દ્ર સિંહ ધોની બેટિંગ કરતો જોવા મળી રહ્યો છે. સુત્રો દ્વારા એવી પણ માહિતી મળી હતી કે આવનારા સમયમાં ધોની લેહમાં ક્રિકેટ એકેડમી પણ શરુ કરવાનો છે. 38 વર્ષીય ધોનીએ હાલનાં સમયમાં ક્રિકેટમાથી બે મહિનાનો બ્રેક લીધો છે. મહત્વનું છે કે મહેન્દ્રર સિંહ ધોની બે મહિનાનાં બ્રેક બાદ ટેરિટોરિયલ આર્મી સાથે 30 જુલાઈથી બે અઠવાડિયા માટે જોડાયો હતો. જ્યાં તેણે સૈન્ય સાથે તાલિમ મેળવી હતી. તે ઉપરાંત 15મી ઓગસ્ટ પણ જમ્મુ-કાશમીરમાં જ સૈન્ય સાથે મનાવી હતી. ધોનીનો બાળકો સાથે ક્રિકેટ રમતો ફોટો વાઈરલ થયો તે અગાઉ તેનો સૈન્ય સાથે વોલિબોલ રમતો વીડિયો વાઈરલ થયો હતો. જેને લાખો ચાહકોએ પસંદ કર્યો હતો.

Share This Article