મેડ ઇન ચાઇનાનું સોંગ મચાવી રહ્યું છે ધુમ

admin
1 Min Read

બોલીવુડ એક્ટર રાજકુમાર રાવની મોસ્ટ અવેટેડ ફિલ્મ મેડ ઇન ચાઇના હાલમાં ચર્ચામાં છે. તાજેતરમાં રિલીઝ થયેલ આ ફિલ્મનું જબરજસ્ત ટ્રેલર સોશિયલ મીડિયામાં ધમાલ મચાવી રહ્યું છે. ફિલ્મનું ટ્રેલર એટલું જોરદાર છે કે એ જોયા પછી ફિલ્મ તો જોવી જ પડશે યાર? કહ્યા વિના રહેવાય એવું નથી. આ સંજોગોમાં આ ફિલ્મનું બીજુ ગીત સનેડો રિલીઝ કરાયું છે. જે હાલમાં છવાઇ રહ્યું છે. આ અગાઉ આ ફિલ્મનું ગીત ઓઢણી રિલીઝ કરાયું હતું જે પણ સોશિયલ મીડિયામાં છવાઇ રહ્યું છે….સનેડો ગીતમાં રાજકુમાર સાથે મૌની રોય નજર આવી રહી છે.

ગીતમાં મોની રોય સાથે રાજકુમાર જબરજસ્ત ડાન્સ કરતો દેખાય છે. આ ગીત મીકા સિંહ, નિકિતા ગાંધી અને બેની દયાલે ગાયું છે. ગીતમાં સચિન જીગરે સંગીત આપ્યું છે. તો આ ગીતના શબ્દો નરેન ભટ્ટ અને જિગર સરૈયાએ આપ્યા છે…….રાજકુમાર રાવની આ ફિલ્મ કોમેડીની સાથોસાથ બજારવાદ પર આકરા પ્રહાર કરી રહી છે.

રાજકુમાર નાનો ધંધો શરૂ કરવાના પ્રયાસમાં હોય છે જે બાદ સર્જાય છે ફિલ્મમાં અનેક રસપ્રદ ઘટનાક્રમો. ટ્રેલર જોયા પછી સમજી શકાય છે કે આ ફિલ્મના બિઝનેસ કરવાના નવા નવા આઇડિયા દર્શકોને લોટપોટ કરી રહ્યા છે.

Share This Article