સુરતમાં દિવ્યાંગોએ પણ માણી ગરબાની મજા

admin
1 Min Read

સુરત નવરાત્રીમાં યુવાનો હોય કે વૃદ્ધ મ્યુઝિકના તાલે ઝુમી ઉઠતા હોય છે. પરંતુ સુરતના નવાપુરા ગોલવાડમાં દિવ્યાંગો પણ નવરાત્રિમાં માં જગદંબાના ગરબે ઝુમવામાં બાકાત રહ્યા નહીં.  સુરતમાં નવલી નવરાત્રીની રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે. ઠેરઠેર કોમર્શિયલ સહિત શેરી ગરબાના આયોજનો કરવામાં આવ્યા છે. ત્યારે નવાપુરા રાણાવાળ ખાતે ન્યુ નેવી સ્પોર્ટ્સ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગો માટે નવરાત્રી ગરબાનો સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં કોમી એકતાના દર્શન થયા હતા.જ્યાં હિન્દુ ભાઈઓની સાથે-સાથે મુસ્લિમ સમુદાયના લોકો પણ ગરબે ઝુમ્યા હતા. આ દ્રશ્ય જોઈ સૌ કોઈએ હિન્દુ-મુસ્લિમ એક્તાની આ મિશાલને વધાવી દીધી હતી. મહત્વનું છે કે, રાજ્યમાં હાલ નવરાત્રિ પર્વને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવરાત્રિ પર્વની પૂર્ણાહુતિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ખેલૈયાઓ પણ ખૂબ જ ઉત્સાહભેર નવરાત્રિમાં ગરબે ઝુમતા નજરે પડી રહ્યા છે.

 

Share This Article