Vastu Tips: ભૂલથી પણ આ દિશામાં ટૉયલેટ ન બનાવતા, નહીં તો જીવનમાં આવશે નકારાત્મકતા, ઘરમાં વધશે સમસ્યા, જાણો વાસ્તુ નિયમ

admin
2 Min Read

Vastu Tips: વાસ્તુશાસ્ત્ર અનુસાર શૌચાલય કઈ દિશામાં હોવું જોઈએ તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર શૌચાલય દક્ષિણ-પશ્ચિમ દિશામાં હોવું જોઈએ. દક્ષિણ દિશામાં શૌચાલયનું નિર્માણ કરવાથી યશ અને કીર્તિને હાનિ થાય છે. બીજા નંબરની દીકરીએ અપયશનો સામનો કરવો પડે છે. જીવનમાંથી ઉત્સાહ દૂર થઈ જાય છે અને આંખોની પરેશાની થાય છે. સવારે 9થી 11 વાગ્યા સુધીમાં ખરાબ સમાચાર સાંભળવા મળી શકે છે. જો તમારું ટોયલેટ દક્ષિણ દિશામાં હોય તો તેના દુષ્પ્રભાવને ઓછો કરવા માટે ટોયલેટના દરવાજા પર તાંબાની પત્તી જડાવવાથી રાહત મળશે.

દક્ષિણ-પશ્ચિમ દિશા (નૈઋત્ય ખૂણા)માં બનાવવું જોઈએ કે નહીં?

દક્ષિણ-પશ્ચિમ દિશામાં ખાડો ના ખોદવો જોઈએ. ખાડો ખોદવો હોય તો દક્ષિણ-પશ્ચિમ અને પશ્ચિમ દિશાની વચ્ચેની જગ્યાના અંતરનો ઉપયોગ કરવો જોઈએ. દક્ષિણ-પશ્ચિમ દિશામાં ખાડો ખોદવાથી માતા પર સંકટ ઊભું થઈ શકે છે.

પરિવારજનોના શરીરમાં પોષકતત્ત્વની ઊણપ સર્જાય છે. દક્ષિણ-પશ્ચિમમાં ટોયલેટ બનાવવું પડે તો તેનું કોઈ નિદાન નથી. મનની શાંતિ માટે તે દિશામાં પીળો રંગ કરાવવો જોઈએ. હાથીના પગની નીચેની માટી લાવીને નાખવી જોઈએ.

દક્ષિણ-પૂર્વ દિશામાં શૌચાલય ના બનાવવું

દક્ષિણ-પૂર્વ દિશામાં શૌચાલય બનાવવું તે શુભ નથી. આ દિશામાં શૌચાલય હોય તો નાણાંકીય નુકસાન થઈ શકે છે. બિઝનેસ અને વિકાસમાં નુકસાન થશે. લીલા રંગને કારણે નુકસાન થશે. દર વર્ષે ગરમીની શરૂઆત થતા બિઝનેસ અને કરિઅરમાં નુકસાન થશે. તમારી દીકરી મોટી છે, તો તેને અનેક પ્રકારની સમસ્યા થઈ શકે છએ. ઘરના અગ્નિ ખૂણા, દક્ષિણ-પૂર્વ ખૂણામાંથી શૌચાલય હટાવવું સંભવ નથી, તો તે દિશામાં વધુમાં વધુ લાકડા લગાવવા અને સમુદ્રી મીઠાનો એક વાટકો રાખવાથી તેનો દુષ્પ્રભાવ ઓછો થઈ જશે.

The post Vastu Tips: ભૂલથી પણ આ દિશામાં ટૉયલેટ ન બનાવતા, નહીં તો જીવનમાં આવશે નકારાત્મકતા, ઘરમાં વધશે સમસ્યા, જાણો વાસ્તુ નિયમ appeared first on The Squirrel.

Share This Article