Vastu Rules of Temple Bell: મંદિરમાં પ્રવેશ કરતી વખતે ભક્તો ઘંટ વગાડે છે અને પછી અંદર જાય છે. મંદિરની મુલાકાત લીધા પછી ઘંટ વગાડવાના આધ્યાત્મિક અને ધાર્મિક પાસાઓ છે. પરંતુ શું તમે જાણો છો કે મંદિરના ઘંટને લઈને વાસ્તુશાસ્ત્રમાં કેટલાંક નિયમો આપવામાં આવ્યા છે…
મંદિરમાં પ્રવેશ કરતી સમયે ભક્તો ઘંટ વગાડે છે અને પછી અંદર જાય છે. મંદિરમાં દર્શન બાદ ઘંટ વગાડવાને આધ્યામિક અને ધાર્મિક કારણો છે. પરંતુ શું તમે જાણો છો, વાસ્તુ શાસ્ત્રમાં મંદિરમાં ઘંટ વગાડવાના ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે.
વાસ્તુ શાસ્ત્રમાં મંદિરની ઘંટને સકારાત્મક ઉર્જા સાથે જોડવામાં આવી છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર મંદિરની ઘંટ સકારાત્મક ઉર્જાનું પ્રતીક હોય છે.
ઘણા લોકો એ નથી જાણતા કે મંદિરમાં જતી સમયે ઘંટ વગાડવી જોઈએ. પરંતુ કેટલાક લોકો બહાર નીકળતી સમયે ઘંટ વગાડે છે. પરંતુ વાસ્તુ શાસ્ત્ર અનુસાર આ ખોટું છે. તો ચાલો જાણીએ કે મંદિરની બહાર નીકળતી સમયે શા માટે ઘંટ ન વગાડવો જોઈએ.

ધ્વનિ ઊર્જા સાથે સંબંધિત છે. એવું કહેવાય છે કે જ્યારે પણ મંદિરમાં દર્શન કર્યા પછી ઘંટ વગાડવામાં આવે છે, ત્યારે ઘંટનો અવાજ આસપાસના લોકોને ઉત્તેજિત કરે છે. તેનો ઉલ્લેખ વાસ્તુશાસ્ત્ર તેમજ સ્કંદ પુરાણમાં જોવા મળે છે.
જ્યારે પણ કોઈ મંદિરની ઘંટડી વગાડે છે ત્યારે ઓમ જેવો અવાજ નીકળે છે. ‘ઓમ’ ધ્વનિ અત્યંત શુદ્ધ અને સકારાત્મક ઉર્જા સાથે સંકળાયેલ છે. તેથી મંદિરમાં પ્રવેશ કરતી વખતે ઘંટ વગાડવામાં આવે છે.
ઘંટ વગાડવા પાછળ એક વૈજ્ઞાનિક કારણ પણ છે. મંદિરમાં ઘંટ વગાડ્યા પછી, તેનાથી ઉત્પન્ન થતો અવાજ વાતાવરણમાં મજબૂત કંપન પેદા કરે છે. જેના કારણે આસપાસના જીવ-જંતુઓ નાશ થાય છે. તેથી, પર્યાવરણને શુદ્ધ કરવા માટે મંદિરમાં ઘંટ વગાડવામાં આવે છે.
ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન ઉદ્ભવે છે કે શું મંદિરમાંથી બહાર નીકળતી વખતે ફરીથી ઘંટ વગાડવો જોઈએ? ઘણા લોકો વિચાર્યા વગર ઘંટ વગાડતા મંદિરમાંથી નીકળી જાય છે. પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર મંદિરમાંથી બહાર નીકળતી વખતે ઘંટડી ન વગાડવી જોઈએ. તેનાથી મંદિરની સકારાત્મક ઉર્જા તૂટી જાય છે અને તમે પણ ત્યાં મળતી સકારાત્મક ઉર્જા છોડીને બહાર આવી જાઓ છો. એટલા માટે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે મંદિરમાંથી બહાર નીકળતી વખતે ઘંટ ક્યારેય ન વગાડવો જોઈએ.
The post Vastu Rules of Temple Bell: મંદિરમાંથી બહાર નીકળતી સમયે શું તમે પણ વગાડો છો ‘ઘંટ’? ક્યારેય ન કરતા આવી ભૂલ, જાણો વાસ્તુ નિયમો appeared first on The Squirrel.