હવે બોલીવુડ એકટ્રેસ જીયા ખાનના ડેથ કેસ પર ડોકયુમેન્ટ્રી બનશે. આ ડોક્યુમેન્ટ્રી 3 પાર્ટમાં બનાવવામાં આવશે. આ ડોકયુમેન્ટ્રી બ્રિટેનના જાણીતા ટેલીવિઝન બ્રોડકાસ્ટર બનાવવાના છે. બોયફ્રેન્ડ સુરજ પંચોલી સાથે ઝગડા બાદ ૨૦૧૩ માં જીયા ખાનનો મૃતદેહ તેના ઘરમાં લટકેલો મળ્યો હતો. જીયા ખાનની માંએ સુરજ પંચોલી પર તેને આત્મહત્યા કરવા મજબુર કરવાનો આરોપ લગાવ્યો હતો અને હજુ આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. જીયા નિશબ્દ, ગજની અને હાઉસફુલ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. જીયા ખાનનું પાલન-પોષણ બ્રિટેનમાં થયું હતુ અને હવે તેના મોત પર ડોક્યુમેન્ટ્રી પણ બ્રિટેનની એક ચેનલ બનાવવાની છે. આ ચેનલની પ્રોડક્શન ટીમ મુંબઈમાં જુહુની એક હોટેલમાં રહીને આ વિષે વધારે રીસર્ચ કરી રહી છે. જીયા ખાનના મોતના એક અઠવાડિયા બાદ સુરજ પંચોલીને ગિરફ્તાર કરી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ થોડા દિવસ બાદ જીયા ખાનનો સ્યુસાઈડ લેટર પણ મળ્યો હતો જેમાં સુરજ પંચોલી દ્વારા થયેલા શોષણની વાત લખેલી હતી.

You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -